રાધે શ્યામ: પ્રભાસ સ્ટારર ફિલ્મ 350 કરોડમાં બની, માત્ર VFX પાછળ 60 કરોડનો ખર્ચ થયો

0
13
11 માર્ચે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે
11 માર્ચે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે

પ્રભાસ તથા પૂજા હેગડેની ‘રાધે શ્યામ’ 11 માર્ચે રિલીઝ થઈ રહી છે. સાયન્સ ફિક્શન પીરિયડ ડ્રામા ફિલ્મ 2021માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નહીં. આ ફિલ્મને રાધા કૃષ્ણ કુમારે લખી છે અને ડિરેક્શન પણ તેમનું જ છે. આ ફિલ્મમાં એડવાન્સ VFXની સાથે 350 કરોડના બજેટમાં તૈયાર થઈ છે.આ ફિલ્મને શરૂઆતમાં ચંદ્રશેખર યેલેતીએ પોતાના આસિસ્ટન્ટ રાધા કૃષ્ણ કુમારની સાથે મળીને લખવાનું શરૂ કર્યું હતું. ચંદ્ર શેખર ઘણાં વર્ષ સુધી ફિલ્મનો ક્લાઇમેક્સ લખી ના શક્યા. અંતે આસિસ્ટન્ટ રાધા કૃષ્ણની સાથે મળીને 18 વર્ષ બાદ ફિલ્મનો ક્લાઇમેક્સ લખ્યો હતો.આ ફિલ્મનું ટાઇટલ પહેલાં ‘જાન ઔર ઓ ડિયર’ રાખવાનું હતું, પરંતુ અંતે ‘રાધે શ્યામ’ ફાઇનલ કરવામાં આવ્યું.રાધા કૃષ્ણે પ્રભાસને જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તે ‘બાહુબલી’નું શૂટિંગ કરતો હતો. તેને આ સ્ક્રિપ્ટ પસંદ આવી અને ફિલ્મ સાઇન કરી હતી.ફિલ્મને 350 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે, માત્ર 60 કરોડ VFX પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે.આ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ, ઇટલી તથા જ્યોર્જિયામાં થયું છે. પહેલાં આ ફિલ્મનું શૂટિંગ ભારતના હિલ સ્ટેશનમાં થવાનું હતું, પરંતુ પ્રભાસના સજેશન બાદ યુરોપમાં શૂટિંગ થયું હતું.ફિલ્મમાં પ્રભાસ પામલોજિસ્ટ વિક્રમ આદિત્યના રોલમાં છે. આ પાત્ર યુરોપના અસલી પામલોજિસ્ટ પર આધારિત છે.ફિલ્મના ટ્રેલર તથા ગીતમાં VFXથી તૈયાર થયેલા ફેન્ટસી વર્લ્ડની ઝલક જોવા મળે છે.ફિલ્મ રિલીઝ ના થતાં એક ચાહકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સુસાઇડ નોટમાં તેણે પોતાના મોતનું કારણ ફિલ્મના મેકર્સ હોવાનું કહ્યું હતું. જોકે, આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.