અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, 4 હજાર કરોડના ખર્ચે નવો લુક થશે તૈયાર

0
3
કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા પણ છે. પરંતુ ઝૂલતા મિનારા જડવાય રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. એક નવો લુક તૈયાર કરવામાં આવશે
કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા પણ છે. પરંતુ ઝૂલતા મિનારા જડવાય રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. એક નવો લુક તૈયાર કરવામાં આવશે

શહેરમાં એક પછી એક પ્રોજેકટ તૈયાર થયા રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર કરાયું, ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેકટ જે પૂર્ણતાનાં આરે છે. ત્યાર બાદ બુલેટ ટ્રેનનો પ્રોજેકટ જેનું કામ ચાલી રહ્યું છે.અને ત્યાર બાદ 4 હજાર કરોડના ખર્ચે અમદાવાદ રેલવે સ્ટેશનની કાયા પલટનો પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે.અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને નવો લુક આપવા માટે એક ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેનું એક બેઠક કરી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીઝાઇનને ફાઇનલ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. હડસન હાઈલાઈન પાર્ક પરથી એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જ્યારે આ ડીઝાઇન પર રેલવે સ્ટેશનને નવો લુક આપવામાં આવશે તો એક અદભુત નજારો કાલુપુર રેલવે સ્ટેશનનો જોવા મળશે.કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા પણ છે. પરંતુ ઝૂલતા મિનારા જડવાય રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. એક નવો લુક તૈયાર કરવામાં આવશે. નવી ડિઝાઇનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજસુધીનો વિકાસ કરવામાં આવશે.કાલુપુર રેલવે સ્ટેશન પર નવી ડીઝાઇન તૈયાર કરાશે ત્યારે ગાર્ડન, મોલ, એલિવેશન રોડ, બુકીંગ એરિયા, રેસ્ટ રૂમ આધુનિક ટેકનોલોજી સાથે ઉભું કરાશે. તેમજ જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી અથવા ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. મુસાફર કાલુપુર અને સરસપુર બને તરફથી એન્ટ્રી લઈ શકશે.તેમજ વિશાળ એન્ટ્રી અને એકઝીટ ગેટ બનાવશે. અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે.1966 થી કાલુપુર રેલવે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ અને 16 ટ્રેક સાથે 200 ટ્રેની અવરજવર સાથે કાર્યરત છે..પરંતુ હવે જેમ સમય બદલાયો તેમ સ્ટેશન પર ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આવનાર દિવસોમાં વર્તમાન ટ્રેન,મેટ્રો અને બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહેશે.અમદાવાદ રેલવે ડિવિઝનના પી આર ઓ જીતેન્દ્રકુમાર જયંતએ જણાવ્યું હતું કે ભારતીય રેલવેની એક સંસ્થા છે આરએલડીએ દ્વારા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ડેવલોપ કરવા માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.