
જામનગર જિલ્લાની આંગણવાડીની બહેનો પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે(12 ફેબ્રુઆરી, 2026) એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા હતા. જેમાં 400થી વધુ બહેનોએ પોતાની માંગણીને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં વધારે મહેનતાણું ચૂકવવામાં નહીં આવતા આજે ગુરુવારે 400થી વધુ બહેનો પોતાના કામથી અળગા રહી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મહેનતાણા ઉપરાંત જુદી-જુદી 21 માંગણીઓ મામલે રજૂઆત કરી હતી. આંગણવાડીની બહેનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. હેલ્પરને રૂ.20,400 અને કાર્યકર બહેનોને રૂ.24,800નો પગાર મંજૂર થયો છે, તેમ છતાં ચૂકવવામાં આવતો નથી અને વધુ કામગીરી કરાવવામાં આવે છે. તેમજ સ્માર્ટ ફોનમાં કામગીરી કરવાની રહે છે. પરંતુ ફોન પણ આપવામાં આવ્યા નથી. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.


