Monday, October 5, 2026
HomeGujaratશ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવનું...

શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સમાજમાં માનવતા, સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર (મોટી ખાડોલ) દ્વારા નિરાધાર, માબાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 19 નિરાધાર દીકરીઓના વિવાહ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવશે, જે તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરશે.

આ પ્રસંગે ટ્રસ્ટી ઉષાબેનએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે, “નિરાધાર દીકરીઓને સમાજમાં સન્માનપૂર્વક સ્થાન મળે અને તેઓ કોઈપણ ભય કે અસુરક્ષાની લાગણી વિના પોતાના જીવનની શરૂઆત કરી શકે — એજ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ દીકરીઓ માત્ર લાભાર્થી નથી, પરંતુ અમારા પરિવારનો અવિભાજ્ય ભાગ છે. સમાજના સહકારથી અમે આવનારા સમયમાં વધુ દીકરીઓના સપનાઓ સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ.”

આ પાવન આયોજન માત્ર લગ્ન સુધી સીમિત નથી, પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે આશાનો દીવો બની રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વધુ ને વધુ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવાની પણ મહત્ત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે, જે સમાજમાં સમાનતા અને સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે.

લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને જરૂરી તમામ ઘરગથ્થુ ચીજવસ્તુઓનું કરિયાવર પણ આપવામાં આવશે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ લોકહિતકારી સેવાઓ હાથ ધરવામાં આવે છે, જેમાં માતાજીની બેઠક, જરૂરિયાતમંદ લોકો માટે ભોજન રથ (ભોજન સેવા), ગૌશાળા સહિતના સેવાકાર્યો સામેલ છે.

શ્રી અમ્રત બાપા મેલડી ધામ મંદિર દ્વારા કરવામાં આવતું આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું જીવંત પ્રતીક છે, જે સમાજને નવી દિશા આપે છે અને દરેક દીકરી માટે સુરક્ષિત અને સન્માનપૂર્ણ ભવિષ્યનું સ્વપ્ન સાકાર કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here