Sunday, October 11, 2026
HomeGujaratBOI ઓમ્ની નિયો એપ્લિકેશન થકી 250થી વધુ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે...

BOI ઓમ્ની નિયો એપ્લિકેશન થકી 250થી વધુ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે બેંક ઑફ ઈન્ડિયાએ નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) સાથે MoU કર્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક પૈકીની એક બેંક ઑફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મિનિસ્ટ્રી (MeitY) હેઠળના નૅશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીનો ઉદ્દેશ કેન્દ્રીય તથા રાજ્ય સરકારના વિભાગોની UMANG (યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ-એજ ગવર્ગન્સ) ડિજિટલ સેવાઓને બીઓઆઈ ઓમ્ની નિયો એપ્લિકેશન પ્લેટફોર્મ મારફતે પ્રોત્સાહિત કરવાનો છે.આ ભાગીદારીથી બેંક ઑફ ઇન્ડિયા વિવિધ મહત્વપૂર્ણ સરકારી વિભાગો જેવી કે ઈપીએફઓ, પાન (PAN), પાસપોર્ટ, રેલવે, ઈએસઆઈસી વગેરેની 250થી વધુ સેવાઓ સુધીની ઍક્સેસ પૂરી પાડી શકશે. આ સેવાઓ BOI ઓમ્ની નિયો મોબાઇલ બેંકિંગ યુનિવર્સલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવશે, જેનાથી નાગરિકો માટે સરળતા વધશે અને ડિજિટલ સમાવેશિતા (Inclusivity)ને પણ પ્રોત્સાહન મળશે.આ સમજૂતી કરારના વિનિમય સમારોહનું આયોજન 27 જૂન, 2025 ના રોજ નવી દિલ્હીના MeitY ખાતે NeGD ડિવિઝન ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NeGD અને બેંક ઓફ ઈન્ડિયાના મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેબબ્રત નાયક (ચીફ ટેકનોલૉજી ઓફિસર) અને બેંક ઑફ ઈન્ડિયાના જનરલ મેનેજર શ્રીમતી શંપા સુધીર બિશ્વાસે બંને સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સંયુક્ત રીતે હસ્તાક્ષર સમારોહની અધ્યક્ષતા કરી હતી જે લાસ્ટ- માઈલ ડિલિવરી દ્વારા ડિજિટલ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.NeGDના ચીફ ઓપરેટિંગ ઑફિસર રાજનીશ કુમારે જણાવ્યું હતું કે, બેંક ઑફ ઇન્ડિયા UMANG પ્લેટફોર્મ સાથે સંકલન કરનાર પ્રથમ બેંક બની છે, જેનાથી વ્યાપક નાગરિક વર્ગ માટે બૅન્કિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જરૂરી સરકારી સેવાઓ સરળતાથી ઉપયોગ શક્ય બનશે.બેંક ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રીમતી શમ્પા સુધીર બિસ્વાસે NeGD સાથેના સહયોગ માટે ગૌરવ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે સરકારની પહેલોને સમર્થન આપવાની બેંકની પ્રતિબદ્ધતા ફરીથી દૃઢ થાય છે. તેમણે NeGD અને MeitY પ્રતિ આભાર પણ વ્યક્ત કર્યો હતો.બેંક ઑફ ઇન્ડિયા ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળની પરિવર્તનશીલ પહેલોને સમર્થન આપતા રહેવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here