ગાંધીનગરમાં ખિલ્યું કમળ, કોંગ્રેસ-APPનું સુરસુરિયું; જાણો કયા વોર્ડમાં કોણ જીત્યું અને કેટલા મત

0
25
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નું આજે પરિણામ જાહેર થયું છે.સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નું આજે પરિણામ જાહેર થયું છે.સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જો કે, આ ચૂંટણી પ્રચાર દરમિયાન ત્રણેય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, આજે ચૂંટણી પરિણામ જાહેર થયું છે. આ પરિણામ સામે આવતા કહી શકાય કે, ભાજપે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા છે.ગાંધીનગર વોર્ડ 2 માં ભાજપના ઉમેદવાર અનિલસિંહ વાઘેલા 7082 મતોથી, દીપ્તિબેન પટેલ 6223 મતોથી અને પારૂલ બેન ઠાકોર 5407 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 2 ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર ગજેન્દ્રભાઈ વાઘેલા 6070 મતોથી વિજય બન્યા છે.ગાંધીનગર વોર્ડ 3 માં ભાજપના ઉમેદવાર સોનાલીબેન પટેલ 4346 મતોથી, દિપીકાબેન સોલંકી 4231 મતોથી અને ભરતભાઈ ગોલિહ 4087 મતોથી વિજય બન્યા છે. જ્યારે વોર્ડ 3 ની એક બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસના ઉમેદવાર અંકિત બારોટ 5598 મતોથી વિજય બન્યા છે.ગાંધીનગર વોર્ડ 4 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર દક્ષાબેન મકવાણા 6069 મતોથી, સવિતાબેન ઠાકોર 5700 મતોથી, ભરતભાઈ દિક્ષિત 5701 મતોથી અને જસપાલસિંહ બિહોલા 6566 મતોથી વિજય બન્યા છે.ગાંધીનગર વોર્ડ 5 માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર કિંજલકુમાર પટેલ 4952 મતોથી, પદમસિંહ ચૌહાણ 4624 મતોથી, કૈલાસબેન સુતરીયા 4544 મતોથી અને હેમાબેન ભટ્ટ 4690 મતોથી વિજય બન્યા છે.