Sunday, September 27, 2026
HomenationalBudget 2022: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી...

Budget 2022: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી ભેટ

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે ઘર ખરીદનાર લોકોને મોટી ભેટ આપી શકે છે. નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણ તરફથી 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ કરવામાં આવશે. આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે અર્થતંત્ર કોરોના મહામારી ના મારથી ઊભું થવાનો પ્રાયસ કરી રહ્યું છે. આ બજેટમાં સરકાર ઇનકમ ટેક્સ એક્ટ (Income Tax Act)ની કલમ 80સી હેઠળ લોનની મૂળ રકમ ચૂકવવા પર મળતા ટેક્સ રાહતની વાર્ષિક મર્યાદા 1.5 લાખ રૂપિયામાંથી વધારીને 2 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. 80સી હેઠળ મળતી છૂટની મર્યાદામાં છેલ્લે 2014ના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મર્યાદા જેમની તેમ છે. આથી આ મર્યાદામાં ફેરફાર કરવાની જોરશોરથી માંગણી કરવામાં આવી રહી છે.

શું છે કલમ 80સી?

ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ હોમ લોન લેનારા લોકોને લોનની મૂળ રકમ ચૂકવવા પર ટેક્સ વળતર મળે છે. જોકે, આ કલમ હેઠળ મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સ્કીમ (ELSS), પીપીએફ (PPF) અને NSC સહિત અન્ય યોજના પણ આવે છે. જેમાં રોકાણ કરીને ટેક્સમાં રાહત મેળવી શકાય છે. હાલ આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. આ કલમ હેઠળ કરદાતા 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને ટેક્સની બચત કરી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે હોમ લોન પ્રિન્સિપાલ (મુદલ) પર ટેક્સ કપાતની મર્યાદા વધારવાની જરૂરિયાત છે. કારણ એવું છે કે આ મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી. જાણકારોનું કહેવું છે કે હોમ લોન પર ટેક્સ લાભ વધવાથી ઘરોની માંગ વધશે, કારણ કે લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે ઘરની ખરીદી કરતા હોય છે.રિયલ એસ્ટેટ સેક્ટર (Real estate sector)ને આ વખતના બજેટમાં અન્ય આશાઓ પણ છે. આ સેક્ટર અફોર્ડેબલ હોમ લોન પર વધારાની 1.5 લાખ રૂપિયાના ડિડક્શનને વધુ એક વર્ષ માટે વધારીને માર્ચ 2023 સુધી કરવાના પક્ષમાં છે. આ પહેલા સરકાર બે વખત ડિડક્શનની મર્યાદા વધારી ચૂકી છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here