અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી, ફાયરબ્રિગેડની ટીમે દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા

0
24
મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે.
મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે.

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ પાસે રોડ પર આ મકાન આવેલું છે. મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ ત્યાં જ રહેતા હતા બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતા હતા., મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે. દરરોજ સવારે અમે પરિવાર સાથે અહીંયા મકાન પર કામ માટે આવીએ છીએ. આજે સવારે અમે ઘરે હાજર હતા. ત્યારે અમને જાણવા મળ્યું જ કે મકાન પડ્યું છે. જેથી પરિવાર સાથે અમે તાત્કાલિક અહીંયા પહોંચી ગયા હતા. ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે. દરિયાપુર લખોટાની પોળની આસપાસના મકાનોમાં આ મકાન વર્ષો જૂનું હોવાનું જાણવા મળ્યું હતું. મકાન એક માળનું છે. જેમાં બહારની ભાગમાં આવેલી ગેલેરી અને ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. ઉપરના ભાગે તિરાડો પડી ગઈ છે. ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે તેના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. બાજુમાં આવેલામાં મકાનો પણ ભયજનક હોવાના જણાયા હતા. બાજુમાં આવેલુ એક મકાન લોખંડના પાર્ટીશન પર એક ભાગ પર ઉભું કરવામાં આવેલું જણાયું હતું.