કેન્દ્ર સરકાર એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરશે

0
9
90 દિવસમાં દંડ નહીં ભરો તો વર્ચ્યુઅલ કોર્ટમાં કેસ લઈ જવાશે
સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. ચાર મહાનગરોમાં આ સિસ્ટમ વિકસી ગયા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ એક દેશ એક ચલણની સિસ્ટમ લગાવવામાં આવશે.

અમદાવાદ : આગામી સમયમાં ટ્રાફિકના નિયમો વધુ કડક થશે. કેન્દ્ર સરકાર હવે એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે. કેન્દ્રના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયની એક એપ્લિકેશન દ્વારા આ સિસ્ટમ લાગુ કરવાની કવાયત હાથ ધરાશે. ગુજરાતમાં પણ આગામી માર્ચ મહિનાથી આ નિયમો લાગુ થાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં પ્રથમ ચરણમાં ચાર મહાનગરોમાં આ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જ્યારે કેન્દ્ર સરકાર આ સિસ્ટમ લાગુ કરશે ત્યાર બાદ તમામ રાજ્યોમાં એક સરખા નિયમો લાગુ થશે. હાલમાં ગુજરાતમાં એક દેશ એક ચલણની સિસ્ટમ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. ચાર મહાનગરોમાં આ સિસ્ટમ વિકસી ગયા બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ એક દેશ એક ચલણની સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ અંતર્ગત જેટલા ચલણ બનશે તે તમામ મોબાઈલ નંબર અને ઘરના સરનામા પર મોકલવામાં આવશે. જો 90 દિવસમાં દંડની ભરપાઈ નહીં થાય તો આપો આપ આ કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે.  જે લાગુ થયા બાદ સીસીટીવી કેમેરા દ્રારા જ ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે સાથે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરાશે. આ સિસ્ટમ જ્યારે પણ અમલી બનશે ત્યારે ગુજરાતમાં માર્ચ મહિના સુધીમાં તેનો અમલ શરૂ થઈ શકે છે. ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં પણ ટ્રાફિક નિયમો તોડયા તો પણ એનો દંડ એટલે કે મેમો ઘરે આવશે. કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગે હાલ આ સિસ્ટમ લાગુ કરવા માટે કવાયત હાથ ધરી છે. સરકારે ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી આધારિત સિસ્ટમ અથવા ઇ-ચલણ સિસ્ટમ શરૂ કરી હતી. હાલમાં દેશના 15 રાજ્યોમાં, ઇ-ચલણ સિસ્ટમ દ્વારા ચલણ કાપવામાં આવે છે. જેમાં બિહાર, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.