Monday, October 5, 2026
Homenationalકંઝાવાલા કેસ: પીડિત પરિવારના ઘરે બની ચોરીની ઘટના

કંઝાવાલા કેસ: પીડિત પરિવારના ઘરે બની ચોરીની ઘટના

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી : કંઝાવાલા કેસની મૃતિકા અંજલીના ઘરે કરન વિહારમાં ચોરીની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તોળુ તોડીને LCDની ચોરી કરવામાં આવી છે. હવે આ મામલે અંજલીના મામાએ એક વખત ફરી પોલીસને આડે હાથ લીધી છે. ઘટના બાદ અંજલીનો પરિવાર પોતાનું ઘર છોડીને મામાના ઘરે સુલ્તાનપુરીમાં રહી રહ્યા છે. આ મામલે પીડિત પરિવાર શરૂઆતથી જ પોલીસ તપાસ પર સવાલ ઉઠાવી રહ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે, તાળુ તોડીને ટીવી સહિત અનેક સામાનની ચોરી કરવામાં આવી છે. બીજી તરફ અંજલીની બહેનનુ કહેવું છે કે, તેમને નિધિ પર શંકા છે. તેમણે કહ્યું કે, પોલીસની સાથે મળીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે રાત્રે કરન વિહાર સ્થિત ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યાં અંજલી રહેતી હતી. રાત્રે આ ઘરમાં કોઈ નહોતું. એક પડોસી પરિવારે વહેલી સવારે ઘરની બહાર જોયુ તો બલ્બ બંધ છે અને ઘરનો ગેટ ખુલ્લો છે તો અંજલીના પરિવારને સૂચના આપી. અંજલીના પરિવારે પોલીસને પણ બોલાવ્યા હતા.  અંજલીની બહેને જણાવ્યું કે, ઘરમાંથી ટીવી ઉપરાંત વાસણો અને કપડા પણ ગાયબ છે. બીજી તરફ અંજલીના માતાનું કહેવું છે કે, એવું બની શકે કે, ઘરમાં કોઈ એવો સામાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય જેનાથી તેમની પુત્રી પર સવાલ ઉઠી શકે. તેમને કોઈના પર શંકા છે એવો સવાલ કરતા તેમણે જણાવ્યું કે, નિધિનું ષડયંત્ર હોય શકે છે. પોલીસની સાથે મળીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.  31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે અંજલીને સુલતાનપુરી અને કાંઝાવાલા વચ્ચે કારમાં ઢસેડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. સ્કૂટીને ટક્કર માર્યા બાદ આરોપી અંજલીને 12 કિલોમીટર સુધી ઢસડી હતી. આ કરૂણ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે સ્કૂટી પર બેઠેલી તેની મિત્ર નિધિને સામાન્ય ઈજાઓ થતાં ઘરે જતી રહી હતી. પોલીસે તેને કેસમાં સાક્ષી બનાવી છે જ્યારે પરિવાર નિધિ પર આરોપ લગાવી રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here