Corona Update : 24 કલાકમાં 60 હજાર નવા કેસ 1,647 લોકોના મોત

0
32
દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ આંકડો ત્રણ કરોડ પહોંચવાનો છે.દેશમાં સતત 37મા દિવસે કોરોના વાયરસના નવા કેસમાંથી વધુ રિકવરી થઇ હતી.
દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ આંકડો ત્રણ કરોડ પહોંચવાનો છે.દેશમાં સતત 37મા દિવસે કોરોના વાયરસના નવા કેસમાંથી વધુ રિકવરી થઇ હતી.

કોરોનાની બીજી લહેર લગભગ અટકી ગઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના એક્ટિવ કેસ 74 દિવસ બાદ સૌથી ઓછા છે. સતત પાંચમા દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 60,753 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 1,647 લોકોને કોરોના સંક્રમણના લીધે મોત થયા છે. આ દરમિયાન દેશમાં 97,743 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય ના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ આંકડો ત્રણ કરોડ પહોંચવાનો છે.દેશમાં સતત 37મા દિવસે કોરોના વાયરસના નવા કેસમાંથી વધુ રિકવરી થઇ હતી.