અમદાવાદ : શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.અમદાવાદ શાખાના એમ.ડી. શ્રી અશ્વિનભાઇ પેથાણી એ અમદાવાદના બાપુનગરમાં લોક્ડાઉનના કપરા કાળમાં કોઈ પણ જામીન વગર ૬૦૦ બહેનોને ગુજરાન ચલાવવા રૂ ૫૦,૦૦૦ની માતબર રકમની લોન આપી એક પણ લોનધારકને લોનનો હપ્તો ભરવા કે વ્યાજ ચૂકવવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરયા વગર સ્વતંત્રા આપીને અમો કોરોના મહામારી માં સહભાગી થયા છીએ તેનો અમને આનંદ છે અમરેલી જિલ્લા અને તાલુકાના વાકીયાગામના વતની અમદાવાદ સ્થિત કોર્પોરેટરશ્રી પેથાણી સતત બે ટર્મ થી અમદાવાદ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે સેવા આપતા બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમદાવાદ શાખાના એમ.ડી.અશ્વિનભાઇ પેથાણી દ્વારા ચેરમેન રસવિનભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ બાપુનગરની ૬૦૦ બેહનોને કોઈ પણ પ્રકારના જમીન વગર રૂ.૫૦૦૦૦ની લોન આપીને કોરોના મહામારી તથા લોકડાઉનના કપરા કાળમાં ૬૦૦ પરિવારને સહાય રૂપ થવાનું ઉત્તમ કાર્ય કર્યું છે એટલુ જ નહીં તમામ લોન ધારકોને લોન ભરવાની મુદત તથા લોન વ્યાજ ચૂકવવા પર કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં નથી આવી ત્યારે અશ્વિન પેથાણીના આ કાર્યની ગુજરાત સરકારે નોંધ લઈને અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં અશ્વિનભાઇ પેથાણી દ્વારા પોતાના વોર્ડમાં ૪૫ દિવસ સુધી રસોડુ પણ ચાલુ રખાયું હતું ત્યારે અશ્વિનભાઈ પેથાણીની આ સેવાકીય પ્રવૃતિ બદલ અમરેલી જિલ્લાના આગેવાનો વસંતભાઇ મોવલિયા, દિનેશભાઇ બાંભરોલિયા, કાંતિભાઈ વઘાસિયા, ચતુરભાઈ ખૂંટ, રમેશભાઈ કાથરોટીયા તથા હરેશ ભાઈ બાવીશી આવકારીને અભિનંદન આપ્યા હતા.