રાજકોટ રાજપરિવારની મિલકતનો વિવાદ વકર્યો, વધુ એક સદસ્યએ પોતાનો હિસ્સો માંગ્યો..

0
89
મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવાર ની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે.
મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવાર ની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે.

રાજકોટ: રાજકોટ ના રાજવી પરિવારનો મિલકતનો વિવાદ વકર્યો છે. બહેન બાદ હવે ભત્રીજાએ રાજકોટના રાજવી માંધાતાસિંહ સામે દાવો માંડ્યો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ વીલ મામલે ન્યાયની માંગ કરી છે. મનોહરસિંહજી અને તેમના પિતા પ્રદ્યુમનસિંહજીના વસિયતનામાને ખોટો હોવાનો કહી રાજપરિવારની તમામ મિલકતોમાં પોતાનો હિસ્સો માગ્યો છે. તેમણે વડીલોપાર્જિત મિલકતની વહેંચણી ન કરાઈ હોવાનો આરોપ કર્યો છે. આ મિલકતોમાં 11 મિલકતો કે જેમાં 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા અને જે મિલકત મામલે ભાઈ-બહેન વચ્ચે વિવાદ ચાલતો હતો તે માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જે પણ મિલકતોનો ઉલ્લેખ નથી તે માટે પણ કેસ દાખલ કર્યો છે. દાવામાં માધાપરની મિલકતનો ખાસ ઉલ્લેખ કરાયો છે. રાજકોટના રાજવી હાલ મિલકત વિવાદમાં ગૂંચવાયા છે. તેમના બહેન અંબાલિકા દેવી બાદ ભત્રીજાએ માંધાતા સિંહ સામે દાવો માંડ્યો છે. રાજકોટના રાજવી સ્વ.પ્રદ્યુમનસિંહના પૌત્ર રણસૂરવીર સિંહ જાડેજાએ વિલને લઈ ન્યાય માંગ્યો છે. વડીલોપાર્જીત મિલકતો વહેંચણી યોગ્ય રીતે ન થઈ હોઈ અને તમામ મિલકત માંધાતાસિંહના નામે થઈ હોવાનો આક્ષેપ રણશૂરવીરસિંહ જાડેજાએ કર્યો છે. મિલકતનો પ્રાંત અધિકારીની કોર્ટમાં ચુકાદો આવી ગયો છે. મનોહરસિંહજીએ કરેલી વસિયતને સિવિલ કોર્ટમાં પડકારાઈ છે. હવે રણશૂરવીરસિંહ જાડેજાએ રાજકોટના રાજપરિવારની મિલકતમાં પોતાનો હિસ્સો માંગ્યો છે. અગાઉ મિલકત વિવાદમાં 11 મિલકતો સામેલ હતી, જેમા 675 એકર ખેતીની જમીન, વીડી તેમજ રાંદરડા તળાવની જગ્યા, માધાપરની જમીન અને સરધારના દરબારગઢનો સમાવેશ થયો હતો. પરંતુ હવે જે મિલકતોનો ઉલ્લેખ નથી, તેના માટે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વડીલોપાર્જીત મિલ્કતનું વિલ કરવાનો નથી અધિકાર !
કોઈ પણ વ્યક્તિને સ્વપાર્જીત મિલ્કતોનું વિલ કરવાનો હક્ક છે. પરંતુ વડિલોપાર્જીત મિલ્કતોમાં તમામ વારસોનો સમાન હક્ક લાગે છે. જેથી પૂર્વજોની મિલ્કતોનું વિલ કરવાનો હક્ક સ્વ. મનોહરસિંહ જાડેજા(દાદા)ને પણ નથી એ મતલબની દલીલ સાથે એ વસિયતને જ પડકારીને પેલેસ રોડ પર આવેલ રાજમહેલના રાચરચિલા, વિન્ટેજ કાર, ચાંદીના રથ, હથિયારો, આભૂષણો, ગાદલા-ગોદળા સહિતની વસ્તુમાં હિસ્સો માંગવામાં આવ્યો છે.