
અમદાવાદ,: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દક્ષિણ બોપલમાં 11,600 ચોરસ મીટરના નવા પબ્લિક ગાર્ડન, ઇલેક્ટ્રોથર્મ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. આ શાનદાર પાર્ક, ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહકાર સાથે પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તમ બનાવવા અને પર્યાવરણીય રીતે જવાબદાર શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોથર્મનીપ્રતિબદ્ધતા દર્શાવે છે. એક મોર્ડન તેમજ પર્યાવરણને અનુકૂળ શહેરી રમણીય સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવેલો, ઇલેક્ટ્રોથર્મ પાર્ક નદીના કુદરતી પ્રવાહમાંથી પ્રેરણા લઈને એકબીજા સાથે સંકળાયેલી જગ્યાઓને એકસાથે જોડે છે, જે આઉટડોર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. અહીં ફુવારો અને સિગ્નેચર શિલ્પ ધરાવતું અને આકર્ષક એન્ટ્રી પ્લાઝા, એક વિચારપૂર્વક તૈયાર કરાયેલ લેન્ડસ્કેપ માટે મોહક વાતાવરણ ઊભું કરે છે, જે સુંદરતાને પબ્લિક યુટીલીટી સાથે મિશ્રિત કરે છે. આ પાર્કની એક ખાસ વિશેષતા એ છે કે, અહીં જોગિંગ ટ્રેકની સાથે ધીમે-ધીમે વહેતી પાણીની ચેનલ પણ વહે છે. જે અહીં ચાલનારાઓ અને દોડવીરોને વહેતા પાણીના કુદરતી અવાજ દ્વારા સતત શાંતિની અનુભૂતિ કરાવે છે. આ પાર્કમાં, એક ૧૮ મહિનાથી ૬ વર્ષના બાળકો માટે અને બીજો ૬ થી ૧૩ વર્ષના બાળકો માટે, એમ બે ખાસ રમત- ગમતના એરિયા પણ છે. બંને ઝોનમાં નવી રમતિયાળ મજેદાર ગેમ છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યાં છે.


