ફડણવીસે ગૃહમાં કહ્યું- હા, હવે ED સરકાર, એકનાથ અને દેવેન્દ્રએ બનાવી છે

0
4
મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટમાં ED-EDની નારેબાજી
ફડણવીસે કહ્યું- શિંદે સાથે મારે કદી ઝઘડો નહીં થાય

મુંબઈ : મહારાષ્ટ્રમાં સોમવારે બીજેપી-શિંદે જૂથે 164 મત સાથે વિધાનસભામાં બહુમત મેળવી લીધો છે. મહાવિકાસ અધાડી એટલે કે ઉદ્ધવના પક્ષમાં 99 મત પડ્યા છે. આ ભલે બીજેપી અને એકનાથ શિંદેની જીત બતાવવામાં આવતી હોય પરંતુ ગૃહમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના એક નિવેદનથી રાજકિય ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ ગઈ છે. શિંદે સરકારે ફ્લોર ટેસ્ટ સમયે મહાવિકાસ અધાડીના નેતા ગૃહમાં ED-EDના નામે બુમો પાડતા હતા. આ વિશે ફડણવીસે ઉભા થઈને કહ્યું કે, તમે સાચું કહો છો. આ ED સરકાર છે. Eથી એકનાથ અને Dથી દેવેન્દ્ર…ફડણવીસે આગળ કહ્યું- એકનાથ શિંગે પબ્લિકના માણસ છે. લોકોએ તેમને ઘેરી લીધા તો તેઓ સમસ્યાનો ઉકેલ લાવ્યા વગર બહાર નહીં નીકળે. તેઓ ઓછું બોલે છે, પણ તેમનું કામ બોલે છે. તેમણે કહ્યું કે, મારે કદી તેમની સાથે ઝઘડો નહીં થાય.
ફડણવીસે કહ્યું, અમારા લોકો ઉપર પણ મહા વિકાસ અધાડી સરકારે 30-30 કેસ કર્યા છે. હનુમાન ચાલીસા વાંચી તો ઘર તોડવામાં આવ્યા. રાજકિય પોસ્ટ કરી તો 15-15 દિવસ જેલમાં રાખ્યા. આવી બદલાની ભાવના ઠિક નથી. હું વિશ્વાસ અપાવું છું કે, ગઈ સરકારના નિર્ણને આપણે ખોટી રીતે ના જોવા જોઈએ. તે નિર્ણય સાચા હશે તો અમે તેને ફરી કેબિનેટમાં પાસ કરીશું અને કામને આગળ વધારીશુંફડણવીસે કહ્યું કે, રાજ ઠાકરેએ મને એક સુંદર પત્ર લખીને મોકલ્યો છે. (રાજ ઠાકરેએ ડેપ્યુટી સીએમ પદ સ્વીકાર કરતા કહ્યું હતું કે, ધનુષથી બાણ મારતા પહેલાં દોરીને પાછળ ખેંચવી પડે છે, તેને પાછળ હટવું ના કહેવાય.) પહેલાં મેં વિચાર્યું કે હું પણ તેમને પત્ર લખીને જવાબ આપું, પરંતુ મને તેમના જેવા શબ્દો ના મળ્યા. તેથી હવે હું તેમને મળીને જ તેમનો આભાર માનીશ. અમે લોકો રાજકારણમાં એકબીજાના દુશ્મન નથી. વિપક્ષમાં હોવાનો અર્થ દુશ્મન હોવું એવો નથીમહારાષ્ટ્રમાં વિધાનસભામાં સોમવારે ફ્લોર ટેસ્ટ વખતે જેવી અપેક્ષા હતી તેવુ જ થયું. શિંદે સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. વિપક્ષમાં 99 વોટ મળ્યા છે. આ જ રીતે શિંદે સરકાર બચી ગઈ છે. વોટિંગ સમયે 266 ધારાસભ્યો ગૃહમાં હાજર હતા. તેમાંથી ત્રણ ધારાસભ્યોએ વોટ નથી નાખ્યા. 21 ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.વોટિંગ દરમિયાન ઉદ્ધવના ખાસ સંજય બાંગડે શિંદેના સમર્થનમાં વોટ નાખ્યો હતો. વોટિંગમાં શરદ પવારના ખાસ અને શેકપાના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સપોર્ટમાં વોટ આપ્યો છે.વોટિંગ પહેલાં સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી પર તરત સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સ્પીકર રાહુલ નાર્વેકરના નિર્ણય વિરુદ્ધ શિવસેનાએ અરજી દાખલ કરી હતી. રવિવારે સ્પીકર તરફથી વિધાનસભામાં શિવસેનાના નેતા અને ચીફ વ્હિપની માન્યતાને ખતમ કરી દીધી હતી.