હોટેલ, રેસ્ટોરન્ટ હવે બિલમાં સર્વિસ ચાર્જ વસૂલી શકશે નહીં

0
4
બળજબરીથી સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે
હોટેલ, રેસ્ટોરન્ટ હવે બિલમાં સર્વિસ ચાર્જ વસૂલી શકશે નહીં

નવી દિલ્હી : સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓર્થોરિટી એટલે કે સીસીપીએએ એક રાહતભરી જાહેરાત કરી છે. તેણે રેસ્ટોરન્ટ અને હોટેલોમાં વસૂલાતા સર્વિસ ચાર્જ અંગે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે તમારા બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરીને નહીં આવે.ગાઈડલાઇન્સ પ્રમાણે તેના ગ્રાહકોને સેવા આપવાના બદલામાં બળજબરીથી સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે. હવે સર્વિસ ચાર્જ ચૂકવવો કે નહીં તે ગ્રાહક પર નિર્ભર રહેશે. રેસ્ટોરન્ટ તેના માટે કોઈપણ રીતે ગ્રાહકોને બાધ્ય નહીં કરી શકે.