પૈસા આપો અને વેક્સીન લો… અમદાવાદમાં આજથી શરૂ થયું પેઈડ વેક્સીનેશન

0
14
મહાનગરો બાદ કરતાં જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ હજૂ નબળી છે. મોટાભાગના જિલ્લાઓમાં 18થી 44 વર્ષની વયજૂથમાં રસીકરણની ટકાવારી 10 ટકાથી ઓછી છે.
મહાનગરો બાદ કરતાં જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ હજૂ નબળી છે. મોટાભાગના જિલ્લાઓમાં 18થી 44 વર્ષની વયજૂથમાં રસીકરણની ટકાવારી 10 ટકાથી ઓછી છે.

વેક્સીન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો સ્લોટ મળી નથી રહ્યો, તેથી લોકોને હવે પેઈડ વેક્સીનેશનથી આશા જાગી છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજથી પેઈડ વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. AMC અને ખાનગી હોસ્પિટલ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે પેઈડ વેક્સીનેશન નું આયોજન કરાયું છે. જે અંતર્ગત 1000 રૂપિયા ચૂકવીને 18 વર્ષથી વધુના કોઈપણ નાગરિક વેક્સીન લઈ શકશે. દરરોજ 1000 લોકોને પેઈડ રસી આપવાનું આયોજન છે. જેમાં ઓન ધી સ્પોટ રજિસ્ટ્રેશનદ્વારા પણ વેક્સીન લઈ શકાશે. ત્યારે પહેલા જ દિવસે લોકોની અતિ મોટી ભીડ ઉમટી છે. અમદાવાદ માં પીપીપી ધોરણે ખાનગી હોસ્પિટલ સાથે મળીને પેઈડ વેક્સીનેશન શરૂ કરાયુ છે. પરંતુ અચાનક આ નિર્ણય પલટાયો હતો. રાતોરાત એએમસીના બેનર હટાવી દેવાયા છે. હવે માત્ર ખાનગી હોસ્પિટલ દ્વારા પેઈડ વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ પેઈડ વેક્સિન શરૂ કરાયું છે. વહેલી સવારથી લોકો ગાડીઓમાં આવ્યા છે. રજિસ્ટ્રેશન બાદ લોકો રૂપિયા ભરીને વેક્સીન લઈ રહ્યાં છે. વેક્સીન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો સ્લોટ મળી નથી રહ્યો, તેથી લોકોને હવે પેઈડ વેક્સીનેશનથી આશા જાગી છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ, આજથી શરૂ થતા પેઈડ વેક્સીનેસનમાંથી amc દૂર થયું છે. હવે ખાનગી હોસ્પિટલ જ ડ્રાઇવ થ્રુ પેઈડ વેક્સિનેશન Amc શાસકો સાથે સંકલન કર્યા વગર જ આ નિર્ણય લેવાયો છે તેવુ જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણ્યા અનુસાર, એએમસીના અધિકારીઓએ બારોબાર નિર્ણય લેતા ગાંધીનગર સુધી ફરિયાદ કરાઈ છે. Amc એ પીપીપી ધોરણે જાહેર કરેલ નિર્ણય કલાકોમાં બદલાયો છે. સત્તાધીશો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો. ત્યારે ગાંધીનગર સુધી રજૂઆત બાદ એએમસીનું નામ બેનરોમાંથી દૂર કરાયું છે. એએમમસી અને ખાનગી હોસ્પિટલના લાગેલા બેનર દૂર કરાયા છે. હવે માત્ર ખાનગી હોસ્પિટલના જ બેનર લાગ્યા છે. એક તરફ લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રશન મળી નથી રહ્યું. ત્યાં amc એ પીપીપી ધોરણે ખાનગી હોસ્પિટલ સાથે સ્પોટ રજિસ્ટ્રેશન કરતા વિવાદ ઉઠ્યો છે.