Monday, September 14, 2026
HomeGujaratAhmedabadબિલાડીના મળમાંથી બને છે વિશ્વની સૌથી મોંઘી કોફી! જાણો કરોડપતિઓ કેમ રોજ...

બિલાડીના મળમાંથી બને છે વિશ્વની સૌથી મોંઘી કોફી! જાણો કરોડપતિઓ કેમ રોજ આ કોફી પીવે છે?

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

 અમદાવાદઃ વિશ્વમાં મોટા પ્રમાણમાં લોકો એવા છે જેમનો દિવસ કોફીથી શરૂ થાય છે અને કોફીથી પૂર્ણ થાય છે. સવારે હોટ કેપ્યુચીનો તો રાત્રે કોલ્ડ કોફી. કોફીના રસિયો હંમેશા અલગ અલગ પ્રકારની કોફીનો અખતરો કરતા રહેતા હોય છે. તેવામાં કોફી રસિયાઓ માટે એક ખુશ ખબર છે. વિશ્વપ્રખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન ભરતમાં પણ હવે શરૂ થઈ ગયું છે. આ કોફીની ખાસીયત એ છે કે આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી બને છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે અને ચિત્રી પણ ચઢશે પરંતુ આ હકિકત છે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી.વિશ્વ વિખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન હવે ભારતના કર્ણાટકમાં શરૂ થઈ ગયું છે. સિવેટ બિલાડીના મળમાંથી બને છે સિવેટ કોફી જેને અમીરોની કોફી કહેવામાં આવે છે. આ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા છે.વિશ્વ પ્રખ્યાત સિવેટ કોફીની કિંમત લગભગ 20થી 25 હજાર રૂપિયા કિલો છે. આ કોફી એ બિન્સથી બને છે તે સિવેટ કેટ ખોરાકમાં પચાવી નથી શક્તી. એવા બિન્સને ઉપાડી લેવામાં આવે છે અને ત્યાર પછી તેને પ્રોસેસ કરીને કોફી પાવડર બનાવવામાં આવે છે. સિવેટ કોફીને લુવર્ક કોફી પણ કહેવામાં આવે છે.કહેવાય છે કે આ કોફીમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. આ બિન્સને મેળવવા માટે ઘણો ખર્ચો થાય છે. સિવેટ કોફીને ખાડી દેશો, અમેરિકા અને યુરોપના અમીર લોકો પીવે છે.ભારતના સૌથી મોટા કોફી ઉત્પાદક રાજ્ય કર્ણાટકના કુર્ગ કોન્સોલિડેટ કોમોડિટીઝે નાના પ્રમાણમાં સિવેટનું ઉત્પાદન શરૂ કર્યું છે. સીસીસીના સંપાદકનું કહેવું છે કે શરૂઆતમાં સિવેટ કોફીનું ઉત્પાદન નાના પ્રમાણમાં કરીએ છીએ. 2015-16માં આ કોફીનું ઉત્પાદન 60 કિલોગ્રામ થયું. 2016-17માં તેનું ઉત્પાદન 200 કિલોગ્રામ થયું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here