Good News : ST ડ્રાઈવર-કંડક્ટરને દિવાળી પહેલા મળ્યા , સરકારે વધાર્યો ગ્રેડ પે

0
12
શિસ્ત વિરુદ્ધની પ્રવૃતિ ન કરવા ડીજીપીએ અપીલ કરી છે.નોંધનીય છે કે, ગ્રેડ પેને લઈને પોલીસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.
શિસ્ત વિરુદ્ધની પ્રવૃતિ ન કરવા ડીજીપીએ અપીલ કરી છે.નોંધનીય છે કે, ગ્રેડ પેને લઈને પોલીસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરઃ ગુજરાતના એસટી કર્મચારીઓને સરકારે મોટી દિવાળી ભેટ આપી છે. એસટીના ડ્રાઈવર કંડકટરના ગ્રેડ પે વધારો કરવા ઓફિશિયલ ઠરાવ થયો છે. થોડા દિવસ પહેલાં આંદોલન સમયે સરકાર સાથે નક્કી થયુ હતું. ડ્રાઈવરને 1800ના બદલે 1900 જ્યારે કંડકટરને 1650ના બદલે હવેથી 1800 ગ્રેડ પે ગણાશે. 1 નવેમ્બરથી આ સુધારો અમલી બનશે. કોઈ પણ એરીયર કે ઈજાફા ગણવાના રહેશે નહીપોલીસ ગ્રેડ પેને લઈને થઈ રહેલા આંદોલન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા  પ્રેસ કૉન્ફ્રરન્સ કરવામાં આવી છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટીયા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે. પોલીસના પ્રશ્નોના ઉકેલ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકવાના ચાર કેસ દાખલ કરાયા છે. શિસ્ત વિરુદ્ધની પ્રવૃતિ ન કરવા ડીજીપીએ અપીલ કરી છે.નોંધનીય છે કે, ગ્રેડ પેને લઈને પોલીસ પરિવાર દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આજે પોલીસ પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત પછી પોલીસ પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર અમારી માંગોને લઈને હકારાત્મક છે. હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે, સારો નિર્ણય આવશે.રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે જે પાંચ સભ્યોની કમિટી રચવામા આવી છે તે પોલીસ પરિવારે રજૂ કરેલા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરશે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, પોલીસ પરિવાર અરજી કે રજૂઆત કરશે તો તેને કમિટી દ્વારા સાંભળવામા આવશે. રાજ્ય સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામા આવી છે તે ક્યાં સુધીમાં તપાસ રિપોર્ટ આપશે તે અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરાઈ નથી. જો કે, રાજ્ય પોલીસ વડાએ કહ્યું હતું કે, કમિટી વહેલામાં વહેલી તકે સમગ્ર મામલાનો અભ્યાસ કરી રિપોર્ટ તૈયાર કરશે.