Tuesday, August 25, 2026
HomeGujarat14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટ

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટ

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ અને માનવીય અભિગમ અપનાવતા 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટ અને નિષ્ણાત તબીબોના અભિપ્રાયને ધ્યાને રાખીને કોર્ટે પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના હિતમાં આ આદેશ આપ્યો છે.મળતી માહિતી અનુસાર, હાઈકોર્ટે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજના ત્રણ વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ અને મનોચિકિત્સકની ટીમ પાસે પીડિતાની તપાસ કરાવી હતી. આ રિપોર્ટના આધારે કોર્ટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલને તાત્કાલિક ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા આદેશ કર્યો છે. આ જટિલ સર્જરી દરમિયાન નિષ્ણાત ચિકિત્સકો અને એનેસ્થેટિસ્ટની ટીમ હાજર રહેશે તેની ખાતરી કરવા પણ જણાવાયું છે. અદાલતે બાળકના કલ્યાણ પર વિશેષ ભાર મૂકતા સ્પષ્ટ કર્યું છે કે, જો પીડિત પક્ષ બાળકની જવાબદારી લેવા તૈયાર ન હોય, તો રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2005 હેઠળ બાળકની તમામ જવાબદારી સ્વીકારવી પડશે. આમાં તબીબી સહાય અને અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર મામલાની વિગત મુજબ, 13મી માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 61(2)(i), 64(1) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારે ગર્ભપાતની પરવાનગી માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here