Wednesday, May 14, 2025
HomeGujaratAhmedabadICMR દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી

ICMR દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

–    પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે.  ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારશ્રીના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. – પ્રો.  ડૉ. નવીન શેઠ(કુલપતિ , જીટીયુ)

–    જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યું.

– આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે

અમદાવાદ, તા.૧

સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ તેના નિવારણના ભાગરૂપે દરેક સ્તર પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડનું ચોક્કસ નિદાન થાય તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. જે બહુ મહત્વનું અને નોંધનીય કહી શકાય. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે ,  પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે.  ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારશ્રીના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે માન્યતા મળતાં જણાવ્યું હતું કે , જીટીયુ આ મહામારીમાં સરકારશ્રીને દરેક પ્રકારે મદદરૂપ થવા માટે સતત કાર્યરત રહશે.

આ સંદર્ભે વધુમાં જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)માં અરજી કરવામાં આવી હતી.  ICMRના તમામ પ્રકારના ધરાધોરણઓ જેવા કે, બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જોઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે.  આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીન , બોયો સેફ્ટી કેબિનેટ મશીન , કુલિંગ સેન્ટ્રીફ્યૂઝ , માઈનસ 80 અને 20 ડિગ્રી તાપમાન ધરાવતાં ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી લેબોરેટરીઝ સુસજ્જ હોવી જરૂરી છે. આ તમામ પ્રકારના ધરાધરોને ધ્યાનમાં રાખીને તથા તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને જીટીયુ દ્વારા  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દિલ્હી ખાતે અરજી કરવામાં આવી હતી. તમામ પ્રકારના નિયમોનુસાર જીટીયુ લેબ કાર્યરત હોવાથી ટેસ્ટીગ સંબધીત કાર્ય માટે આઈસીએમઆર દ્વારા પહેલાથી જ ટેસ્ટ કરેલાં 6 સેમ્પલ જીટીયુની લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. જેના પરીણામ સ્વરૂપ જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યું હતું. આ અનુસંધાને આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RTPCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.  વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે. આમ, પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા આગળ પડતી રહી મહત્વની ભૂમિકા અને સામાજિક ફરજ અદા પણ કરતી રહી છે.   

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here