આજે વિશ્વ ઊંટ દિવસ: ભરુચના આલીયા બેટ પર છે બીજું કચ્છ – 1572માં કચ્છથી ફકીરણી સમુદાયના લોકો ચરિયાણની શોધમાં જઇને વસ્યા

0
56
કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન દ્વારા ઊંટ પાલકોને સંગઠિત કરી એમનો લોક સંગઠન બનાવીને ઊંટો પાલન વ્યવસાયને પુનઃ જીવિત કરવામાં આવ્યો છે.
કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન દ્વારા ઊંટ પાલકોને સંગઠિત કરી એમનો લોક સંગઠન બનાવીને ઊંટો પાલન વ્યવસાયને પુનઃ જીવિત કરવામાં આવ્યો છે.

ભુજ: 22 મી જૂન વિશ્વ ઊંટ દિવસ માનવામાં આવે છે. કચ્છમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા સહજીવન દ્વારા ઊંટ પાલકોને સંગઠિત કરી એમનો લોક સંગઠન બનાવીને ઊંટો પાલન વ્યવસાયને પુનઃ જીવિત કરવામાં આવ્યો છે. આજે ભારતની પ્રથમ ઊંટડીના દુધની ડેરી કચ્છમાં કાર્યરત છે, દૂધનો માર્કેટીગ અમુલ દ્વારા કરવામાં આવી રહયો છે. પરંતુ ઊંટની એક નસલ ખારાઇ હાલ રાજ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.દરિયામાં જઇ ચેરીયાના વૃક્ષો ખાતા આ ખારાઇ ઊંટ અને માલધારીઓ ખાસ કરીને ભરૂચના આલીયા બેટ પર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. એક સમયે ભરૂચનો આલીયા બેટ વિસ્તાર એ ખારાઈ ઊંટો માટે સ્વર્ગ માનવામાં આવતો હતો, છેક 1572માં કચ્છથી ફકીરણી જત સમુદાયના લોકો ચરિયાણની શોધમાં અહી આવીને વસ્યા હતા, આજે પણ આ વિસ્તારમાં બીજો કચ્છ વસાવ્યો છે, પર્યાવરણીય સમતુલા જાળવી રાખવા ફકીરાણી જત સમુદાય પરમ્પરાથી સ્થળાંતર કરે છેપ જેથી પશુઓને સારો ચરિયાણ મળી રહે છે.અહીંના ખારાઈ ઊંટ પાલકોના જણાવ્યા અનુસાર આશરે 1572માં કચ્છથી ફકીરાણી જત સમુદાયના પશુપાલકો ભરૂચના આલીયા બેટ વિસ્તારમાં સ્થાઈ થયો હતો. મુખ્યત્વે ખારાઈ નસલના ઊંટો માટે વિસ્તાર ઉત્તમ ચરિયાણ હતો, જેમાં ચેરિયા અને ખારીજારના જંગલો અહી હતા. આ વિસ્તારમાં ચોમાસામાં ગુજરાતના તમામ પશુપાલકો અહી પશુઓને લઈ આવતા હતા અને 3-4 મહિના મીઠો ઘાસ ચરિયાણ કરાવતા હતા.સીધીક્ભાઈ જતના જણાવ્યા અનુસાર આલીયા બેટમાં આંજે જે બંજર વિસ્તાર દેખાય ત્યાં તો હોડીથી જવું પડતુ. નદી સમુદ્રને મળતી ત્યાં તો ગીચ પ્રમાણમાં ચરિયાના જંગલો હતા. જેમાં ઊંટ ચરિયાણ કરતા હતા, નર્મદા નદી અને સમુદ્ર નો મિલન અહી થતો હતો જેથી મીઠા ઝાડ અને ઘાસ પણ સારા પ્રમાણમાં થતો, જેથી અહી અન્ય પશુ પક્ષીઓ અને જૈવ વિવિધતા પણ સારી ફળી ફૂલી હતી, ત્યાર બાદ સરકાર દ્વારા અહી જીંગા ઉછેર અને મીઠાના ઉત્પાદનની કામગીરી શરુ કરવામાં આવી અને જેથી મીઠા ઘાસ અને ચેરિયાઓ ઓછા થવા લાગ્યા અને ખારાશ વધવા લાગી. તો જત સમુદાયના લોકો ભેંસ પાલન તરફ વળવા લાગ્યા આજે 825 જેટલા ખારાઈ ઊંટો છે, જે ફક્ત લાણા, ખારિયો અને ઉઈન જેવા ફકત ખારા ઘાસ પર આશ્રિત છે.માલધારાીની માંગ છે કે ખારાઈ ઊંટનો મુખ્ય ચરિયાણ ચેરિયા છે, જે અલ્યાબેટમાં ખુબ જ ઓછા થઈ ગયા છે, આસ પાસના ગામોની હદમાં આવતા ચેરિયાઓમાં ખારાઈ ઊંટને પરવાનગી આપવામાં આવે તો ઊંટો માટે ખુબ જ ઉપયોગી થશે.