Sunday, October 4, 2026
HomeSportsCricketત્રીજી વનડેમાં 119 રનથી ભારતે જીત મેળવી, વેસ્ટઇન્ડિઝને 39 વર્ષમાં પહેલી વખત...

ત્રીજી વનડેમાં 119 રનથી ભારતે જીત મેળવી, વેસ્ટઇન્ડિઝને 39 વર્ષમાં પહેલી વખત તેના જ ઘરમાં ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ટીમ ઈન્ડિયાએ પોર્ટ ઑફ સ્પેન ખાતે રમાયેલા સિરિઝના ત્રીજા અને આખરી વનડેમાં વેસ્ટઇન્ડિઝને 119 (ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે) રનથી હરાવીને 3-0થી ક્લિન સ્વિપ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 39 વર્ષથી વેસ્ટઇન્ડિઝમાં વનડે સિરિઝ રમી રહ્યુ છે, અને પ્રથમ વખત વેસ્ટઇન્ડિઝને તેની જ ધરતી પર ક્લિન સ્વિપ કરીને સિરિઝ કબ્જે કરી લીધી છે. ત્રીજા વનડે મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 36 ઓવર જ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 225 રન કર્યા હતા. શુભમન ગિલ 98 રને નોટઆઉટ રહ્યો હતો. ધવને 58 રન કર્યા. જ્યારે શ્રેયસ અય્યરે 44 અને સૂર્યકુમાર યાદવે 8 રન કર્યા હતા. સેમસન 6 રને નોટઆઉટ રહ્યો હતો. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે વેસ્ટઇન્ડિઝને 35 ઓવરમાં 257 રન ચેઝ કરવાના હતા. પરંતુ કેરેબિયન ટીમ 26 ઓવરમાં 137 રનમાં જ ખખડી ગઈ હતી. બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરને 42-42 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ યુઝવેંદ્ર ચહલે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. તો અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને 1-1 વિકેટ મળી હતી.ત્રીજી વનડેમાં 98 રનની શાનદાર ઇનિંગ માટે શુભમન ગિલને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. તેણે 98 બોલમાં 98 રન કર્યા હતા. તેની આ ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તો પૂરી સિરિઝમાં દમદાર પ્રદર્શન કરવા બદલ તેને પ્લેયર ઑફ ધ સિરિઝ પણ બનાવવામાં આવ્યો હતો. તેણે 3 મેચમાં કુલ 205 રન ફટકાર્યા હતા.શિખર ધવને સિરિઝની બીજી અને પોતાના કરિયરની 37મી અર્ધસદી ફટકારી હતી. તે 58 રને આઉટ થયો હતો. તો શુભમન ગિલે પણ શાનદાર ફિફ્ટી મારી હતી. તેણે પોતાના કરિયરની બીજી ફિફ્ટી મારી હતીબન્ને ઓપનરો વચ્ચે 138 બોલમાં 113 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીમાં ધવનનું 58 રનનું યોગદાન છે, જ્યારે ગિલનું 51 રનનું યોગદાન છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here