Indian Air Force Day 2021: ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, હિંડન એરબેસ પર જોવા મળ્યું વાયુવીરોનું પરાક્રમ

0
55
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ.

નવી દિલ્હી: આજે ભારતીય વાયુસેના પોતાનો 89મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરબેસ પર ફાઈટર વિમાનો ઉડી રહ્યા છે. સમગ્ર દુનિયા આજે ભારતની તાકાત જોઈ રહી છે. આકાશમાં રાફેલ, તેજસ, અને સુખોઈના ગર્જના સાંભળીને દુશ્મન દેશો બેચેન થયા છે. ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂરા થયાના અવસરે ભારતીય વાયુસેના આ વર્ષને વિજય વર્ષ તરીકે ઉજવી રહી છે. ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેસ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે. ભારતીયે જેટ્સ અને હેલિકોપ્ટર્સ પોતાનો દમ દેખાડી રહ્યા છે. આ અગાઉ આજે ત્યાં વાયુસેનાના જવાનોએ અદભૂત કરતબ દેખાડીને શૌર્યનું પ્રદર્શન કર્યું. હિંડન એરબેસ પર પેરાટ્રુપર્સે કરતબ કર્યા. અત્રે જણાવવાનું કે આઝાદીના 75 વર્ષના અવસરે એરફોર્સ ડે પરેડમાં 75 જેટ્સ ભાગ લઈ રહ્યા છે. વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શનલ વિવેકરામ ચૌધરી, નેવી પ્રમુખ કરમબીર સિંહ, સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત ભારતીય વાયુસેના દિવસના અવસરે હિંડન એરબેસ પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને પ્રોફેશનલિઝમનો પર્યાય છે. તેમણે પડકારોના સમયમાં દેશની રક્ષા કરીને અને પોતાની માનવીય ભાવનાના માધ્યમથી પોતાને પ્રતિષ્ઠિત કર્યા છે.