ઈન્ટરનેશનલ જોક ડે 2022: જીવનમાં તણાવને ભૂલીને હસતા રહો, સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં ખૂબ જ જરૂરી છે હસવું

0
6
હસવાથી શરીરમાં એન્ટિબોડીઝ પણ સક્રિય થાય છે, જેનાથી રોગોનો ખતરો ઓછો થાય છે.
હાસ્ય રક્ત પ્રવાહને સુધારે છે, જે હાર્ટ એટેક અથવા કોઈપણ પ્રકારની હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

આજે એટલે કે 1લી જુલાઈએ સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેશનલ જોક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો હેતુ હસવાનો અને હસાવવાનો છે. ખરેખર, વ્યસ્ત જીવન અને વધતા તણાવને કારણે લોકો હસવાનું ભૂલી ગયા છે. જોકે સ્વાસ્થ્ય માટે હસવું કોઈ દવાથી ઓછું નથી. સંશોધનમાં જાણવા મળ્યુ હતું કે, હસવાથી ફક્ત સ્ટ્રેસ જ ઓછો નથી થતો, પરંતુ દર્દમાં પણ આરામ મળે છે. આ સિવાય, હસવાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, બાળક એક દિવસમાં 400 વાર હસે છે તેમજ પુખ્ત વયના વ્યક્તિ દિવસભરમાં ફક્ત 15 વાર હસે છે, જો તમારુ સ્ટ્રેસ લેવલ વધે છે તો તે ખૂબ જ નુકસાનકારક છે. તો ચાલો જાણીએ કે, હસવું શા માટે જરૂરી હોય છે.જ્યારે તમે કોઈ વાત પર હસો છો ત્યારે તમારું શરીર માનસિક રીતે હળવાશ અનુભવે છે. હસવાથી તમને તણાવ, હતાશા, ચિંતામાં પણ રાહત મળે છે. એટલું જ નહીં, તમારા સ્નાયુઓ પણ ખૂબ જ રિલેક્સ હોય છે.જ્યારે તમે મોટેથી હસો છો, ત્યારે તે શરીરમાં હાજર સ્ટ્રેસ હોર્મોન્સને ઝડપથી ઘટાડે છે અને રોગપ્રતિકારક કોષોને વધારે છે. આટલું જ નહીં, હસવાથી શરીરમાં એન્ટિબોડીઝ પણ સક્રિય થાય છે, જેનાથી રોગોનો ખતરો ઓછો થાય છે.જ્યારે તમે હસો છો, ત્યારે તે શરીરમાં ફીલ-ગુડ હોર્મોન એટલે કે એન્ડોર્ફિન્સને વધારે છે. જેના કારણે તમે અચાનક તમારામાં સારું અનુભવો છો અને માનસિક થાક ઓછો થાય છે.હાસ્ય રક્ત પ્રવાહને સુધારે છે, જે હાર્ટ એટેક અથવા કોઈપણ પ્રકારની હૃદય રોગનું જોખમ ઘટાડે છે.જો તમે 15 થી 20 મિનિટ હસો તો તે લગભગ 40 કેલરી બર્ન કરે છે. આ રીતે તમે હસીને પણ તમારું વજન નિયંત્રિત કરી શકો છો.સંશોધન દર્શાવે છે કે જો તમે ખૂબ હસો છો, તો તે તમને લાંબુ જીવવામાં મદદ કરે છે. તેનાથી કેન્સરને પણ હરાવી શકાય છે. તેથી તમારી જીવનશૈલીમાં સકારાત્મક રહો અને હાસ્યને તમારા જીવનસાથી બનાવો.