ઈન્ટરપોલનો ખાલિસ્તાની આતંકવાદી પન્નૂન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈનકાર

0
12
SFJ એટલે કે શીખ ફોર જસ્ટિસ એક આતંકવાદી સંગઠન છે અને ભારતમાં પ્રતિબંધિત છે
ગુરપતવંત સિંહ પન્નુનને રેડ કોર્નર નોટિસ માટે ભારતની વિનંતીનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ ભારતીય અધિકારીઓ તરફથી મળેલા પ્રતિસાદનું મૂલ્યાંકન કર્યા બાદ એજન્સીએ ઓગસ્ટમાં ભારતને તેના નિર્ણયની જાણ કરી હતી.

નવી દિલ્હી : વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુનના મામલામાં ઈન્ટરપોલે ભારતને ફરી એક વખત ઝટકો આપ્યો છે. ઈન્ટરપોલે તેના સ્થાપક અને ખાલિસ્તાન તરફી સમર્થક ગુરપતવંત સિંહ પન્નુન કેનેડા સ્થિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના કાનૂની સલાહકાર સામે આતંકવાદના આરોપો પર રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની ભારતના બીજા અનુરોધને ફગાવી દીધો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ભારતીય સત્તાવાળાઓ ગુરપતવંત સિંહ પન્નુન સાથે સંબંધિત કેસમાં પૂરતી માહિતી આપી શક્યા નથી. જેના કારણે ઈન્ટરપોલે આતંકવાદી પન્નુન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, SFJ એટલે કે શીખ ફોર જસ્ટિસ એક આતંકવાદી સંગઠન છે અને ભારતમાં પ્રતિબંધિત છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈન્ટરપોલે UAPA પર સવાલ ઉઠાવ્યો હતો અને એ પણ સંકેત આપ્યો હતો કે, લઘુમતી જૂથો અને અધિકાર કાર્યકરોને ટાર્ગેટ કરવા માટે UAPAનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ UAPA અંતર્ગત ભારતે ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જાહેર કરવા કહ્યું હતું. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્ટરપોલે સ્વીકાર્યું છે કે, પન્નુન એક હાઈ-પ્રોફાઈલ શીખ અલગાવવાદી છે અને SFJ એક સ્વતંત્ર ખાલિસ્તાનની માગણી કરતું જૂથ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાની પન્નુનની પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ રાજકીય આયામ છે જે ઈન્ટરપોલના બંધારણ મુજબ રેડ કોર્નર નોટિસનો વિષય ન હોઈ શકે. ગુરપતવંત સિંહ પન્નુનને રેડ કોર્નર નોટિસ માટે ભારતની વિનંતીનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ ભારતીય અધિકારીઓ તરફથી મળેલા પ્રતિસાદનું મૂલ્યાંકન કર્યા બાદ એજન્સીએ ઓગસ્ટમાં ભારતને તેના નિર્ણયની જાણ કરી હતી. જૂનના અંતમાં આયોજિત સત્ર દરમિયાન ઈન્ટરપોલે તારણ કાઢ્યું હતું કે, ભારતના નેશનલ ક્રાઈમ બ્યુરો (NCB એ પન્નુનને આતંકવાદી તરીકે અથવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના દાવાને મજબૂત કરવા માટે પૂરતી માહિતી પ્રદાન નથી કરી. NCB CBI હેઠળ કાર્ય કરે છે અને ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ માટે રેડ કોર્નર નોટિસ અનુરોધોની માંગ કરે છે. ખાલિસ્તાની પન્નુન કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) વતી NCBએ 21 મે 2021ના રોજ ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ માટે અનુરોધ કર્યો હતો. પન્નુનની અરજી પર ઈન્ટરપોલને આપેલા તેના જવાબમાં ભારતે 3 ફેબ્રુઆરી 2021ના રોજ મોહાલીની વિશેષ એનઆઈએ કોર્ટ દ્વારા પન્નુન વિરુદ્ધ જાહેર કરાયેલ ધરપકડ વોરંટનો હવાલો આપ્યો હતો.