
આજની મેચમાં ગીલ અને સુદર્શનની તોફાની બેટીંગ જોવા મળી હતી. શુભમન ગીલે 58 બોલમાં 13 ફોર અને 1 સિક્સ સાથે 101 રન કર્યા હતા, તો સાઈ સુદર્શને 36 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 47 રન ફટકાર્યા હતા. બાકીના તમામ ખેલાડીઓ ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી 5 વિકેટ ઝડપી હતી. ગુજરાતે આજે હૈદરાબાદ સામે જીત મેળવીને પ્લે ઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે, તો આજની હાર બાદ હૈદરાબાદની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેકાઈ ગયું છે.