આગામી 3 દિવસમાં ગુજરાતમાં વધશે ઠંડી, 3 ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે

0
32
આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે છે. અમાદવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો, નવેમ્બરની શરૂઆથ પહેલાં જ ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે.
આગામી ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે છે. અમાદવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો, નવેમ્બરની શરૂઆથ પહેલાં જ ઠંડીનું પ્રમાણ વધી ગયુ છે.

અમદાવાદ: નવેમ્બર મહિનાની અને દિવાળીની શરૂઆત થતા પહેલાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ઓક્ટોબરનાં અંતિમ દિવસોમાં જ બેવડી સીઝનનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં વહેલી સવારથી જ ઠંડકનો અનુભવ થઇ ગયો છે.

શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઇ ગયો છે. વહેલી સવારે અને રાતનાં સમયે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઇ રહી છે. બેવડી સીઝનનાં કારણે લોકોએ હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર આવનારા ત્રણ દિવસમાં ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ સાથે જ ઠંડીનો ચમકારો વધતા સ્થાનિક ગરમ કપડાની જરૂરિયાત અનુભવશે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે.હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર આવનારા ત્રણ દિવસમાં ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ સાથે જ ઠંડીનો ચમકારો વધતા સ્થાનિક ગરમ કપડાની જરૂરિયાત અનુભવશે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે.