શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી સતત ચાલી રહી છે. કુપવાડામાં એન્કાઉન્ટરમાંસુરક્ષાબળોએ બે બીજા આતંકવાદીઓને ઠાર કર્યા છે. અહીં અત્યાર સુધી ચાર આતંકવાદીઓ ઢેર કરવામાં આવ્યા છે. રવિવારે ભારે ગોળીબારી વચ્ચે બે પાકિસ્તાની આતંકવાદીને ઠાર કર્યા હતા. કુપવાડા સિવાય કુલગામ અને પુલવામાં પણ અથડામણ થઇ છે. પ્રસાર ભારતીના મતે છેલ્લા 18 કલાકમાં 3 અથડામણમાં 7 આતંકવાદી માર્યા ગયા છે. કુપવાડામાં લશ્કરના 4, કુલગામમાં જૈશના 2 અને પુલવામામાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે.કાશ્મીરમા આઈજી વિજય કુમારે જણાવ્યું કે સોમવારે સવારે કુપવાડામાં જે 2 આતંકી માર્યા ગયા તેમાંથી એક પાકિસ્તાની અને બીજો શોપિયોની રહેવાસી સ્થાનીય આતંકવાદી હતો. તેમણે જણાવ્યું કે રવિવારથી અત્યાર સુધી કુલ 7 આતંકવાદી માર્યા ગયા છે. જેમાં 3 પાકિસ્તાની હતા. કુપવાડા અને પુલવામામાં અભિયાન ખતમ થઇ ચુક્યું છે. કુલગામમાં તલાશી અભિયાન ચાલી રહ્યું છે.કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે કુપવાડા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકીઓમાં શૌકતનું નામ પણ સામેલ છે. સ્થળ પરથી હથિયાર, ગોળા બારુદ સાથે આપત્તિજનક સામગ્રી પણ મળી છે. તલાશી અભિયાન ચાલી રહ્યું છે. આ સિવાય કુલગામ અને પુલવામાં પણ રવિવારે ત્રણ આતંકી ઠાર કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારે જણાવ્યું કે કુપવાડામાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિકના રૂપમાં થઇ છે. જેનો સંબંધ લશ્કરે-એ-તૈયબા સાથે છે. બીજો આતંકી પણ લશ્કરનો બતાવવામાં આવી રહ્યો છે.પોલીસના મતે ધરપકડ કરાયેલા આતંકવાદી શૌકત અહમદ શેખ પાસેથી મળેલી જાણકારીના આધારે સુરક્ષાબળોએ કુપવાડાના લોલાબ વિસ્તારમાં અભિયાન શરુ કર્યું હતું. આ દરમિયાન અથડામણ થઇ હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે તલાશી દરમિયાન સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ કાશ્મીર : કુપવાડામાં બીજા બે આતંકવાદી ઠાર, 18 કલાકમાં 3 અથડામણમાં 7 આતંકવાદી માર્યા ગયા
Date: