Tuesday, September 15, 2026
HomeGujaratજામનગર: ઢાંઢાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં પિતા લાલઘૂમ,...

જામનગર: ઢાંઢાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં પિતા લાલઘૂમ, પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જામનગર: બે દિવસ પહેલા દીકરી સમાન એક વિદ્યાર્થીની સાથે તેના દાદાની ઉંમરના લંપટનો કિસ્સો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. આ અહેવાલ વારંવાર ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરીને દીકરીઓની સુરક્ષા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઝી 24 કલાકના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે. લાખોટા તળાવ પર સગીરા સાથે શારીરિક અડપલા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંતે ઢાંઢા વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. 

જામનગરના ગોકુલનગરમાં રહેતા લંપટ આધેડ ઉંમરના આરોપી ભાયાભાઈ આંબલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચારેબાજુ હડકંપ મચી ગયો છે. સગીરાએ આધેડ સાથે અગાઉ શારીરિક સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં તેના પિતાએ આધેડ વિરૂધ્ધ પોક્સોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. ઝી 24 કલાક દ્વારા શનિવારના રોજ સમગ્ર અહેવાલ રજૂ કરાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

શું હતી જામનગરમાં બનેલી સમગ્ર ઘટના?
11 ડિસેમ્બરે જામનગરની એક શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો હતો. સફેદ વાળ થઇ ચુકેલા દાદા જેવા શખસે પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે રોમાન્સ કરતો ઝડપાયો હતો. હદ તો ત્યારે થઇ હતી જ્યારે તે તરૂણી સાથે પિતાની ઓળખ આપીને અંદર પ્રવેશ્યો હતો. ત્યાર બાદ બંન્ને એક ખુણામાં જતા રહેતા સ્થાનિક તંત્રને શંકા પડી હતી. જામનગરના લાખોટા તળાવમાં પિતાની ઓળખ આપીને એક 12-15 વર્ષની તરૂણી સાથે આ વ્યક્તિ પ્રવેશ્યો હતો. બગીચામાં પ્રવેશ્યા બાદ તેની ઢાંઢો શખસ અને સગીરાની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી. આ ઉપરાંત આ બંન્ને ખુણામાં બેસવા માટે જતા રહ્યા હતા. જેના કારણે આખરે તંત્ર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા બંન્ને રોમાન્સ કરી રહ્યા હતા. જેના પગલે તરૂણીની ઉંમર જોતા તે કોઇ ખોટા હાથમાં ન ફસાય તે માટે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. 50 વર્ષની ઉંમરના આધેડે સમાજની શરમ નેવે મૂકી 12 થી 15 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. આ વિશે સીસીટીવી ખુબ જ વાયરલ થઇ રહ્યા હતા. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે પોલીસ આ બંન્નેને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે ન તો તે બુઢાને મોઢા પર શરમ હતી ન તો તે તરૂણીના મોઢા પર શરમ હતી. બંન્ને જાણે કોઇ બહાદુરીભર્યું કામ કરીને જતા હોય તે પ્રકારે બેશરમીથી જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી થાય તેની રાહ જોવાઇ રહી છે. 

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here