Tuesday, August 25, 2026
HomeGujaratભાવનગર રેલવે મંડળમાં નાગરિક સુરક્ષા ટીમ દ્વારા મૉક ડ્રિલ—સમપાર સુરક્ષા, અગ્નિ સુરક્ષા...

ભાવનગર રેલવે મંડળમાં નાગરિક સુરક્ષા ટીમ દ્વારા મૉક ડ્રિલ—સમપાર સુરક્ષા, અગ્નિ સુરક્ષા અને આપદા વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

નાગરિક સુરક્ષા (સિવિલ ડિફેન્સ) ભાવનગર રેલવે મંડળની ટીમ દ્વારા જનજાગૃતિ વધારવાના હેતુસર તા. 19 અને 20 માર્ચ 2026 દરમિયાન વિવિધ સ્થળોએ વ્યાપક મૉક ડ્રિલ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમના પ્રથમ દિવસે, 19 માર્ચે સમપાર ફાટકો પર વપરાશકર્તાઓને સુરક્ષિત રીતે ફાટક પાર કરવાની બાબતે જાગૃત કરવામાં આવ્યા અને તેમને હેન્ડબિલ્સનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત, સી એન્ડ ડબલ્યુ ડિપોમાં કર્મચારીઓ માટે ફાયર મૉક ડ્રિલનું આયોજન કરીને અગ્નિ સુરક્ષા પ્રત્યે સજાગ બનાવવામાં આવ્યા. ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પણ મુસાફરોને સિવિલ ડિફેન્સની વિવિધ પ્રવૃત્તિઓ અને આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની માહિતી મૉક ડ્રિલ દ્વારા આપવામાં આવી.
કાર્યક્રમના બીજા દિવસે, 20 માર્ચ 2026 (શુક્રવાર)એ નાગરિક સુરક્ષા ટીમ સાથે રેલવે સુરક્ષા બળ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઇડના સભ્યો દ્વારા એક આકર્ષક પરેડ યોજાઈ. પરેડનું નિરીક્ષણ મંડળ રેલવે મેનેજર શ્રી દિનેશ વર્મા દ્વારા કરવામાં આવ્યું. નિરીક્ષણ બાદ સમપાર ફાટકને સુરક્ષિત રીતે પાર કરવાની વિષય પર અસરકારક નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું.
આ જ ક્રમમાં, બિલ્ડિંગમાં આગ લાગવાની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો જીવંત પ્રદર્શન નાગરિક સુરક્ષાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યો. સાથે જ, મંડળ કચેરીના કર્મચારીઓ માટે ફાયર ફાઇટિંગ અંગે જીવંત તાલીમ મૉક ડ્રિલ દ્વારા આપવામાં આવી.
કાર્યક્રમ અંતર્ગત મંડળ કચેરીના સભાખંડમાં સિવિલ ડિફેન્સ સંબંધિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેનું નિરીક્ષણ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક / મંડળ આપાતકાલીન અધિકારી શ્રી ઋત્વિક શર્મા તથા અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રસંગે સિવિલ ડિફેન્સ ઓફિસર અને વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી સોનુ કુમાર દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન મારફતે સિવિલ ડિફેન્સની કાર્યપ્રણાલી અને રેલવેમાં તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપરાંત, કર્મચારીઓમાં જાગૃતિ વધારવાના હેતુથી પ્રશ્નોત્તરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. આ મૉક ડ્રિલ કાર્યક્રમ આપદા વ્યવસ્થાપન અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here