મોદીએ તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી:PMએ કહ્યું- ગજબનો અનુભવ હતો, દેશની સ્વદેશી ક્ષમતા પરનો વિશ્વાસ વધ્યો

0
13
તેજસની શું-શું છે વિશેષતાઓ
તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા પહોંચ્યા PM મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 25 નવેમ્બરે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ, પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ફાઈટર પ્લેનમાં બેઠા પછી PMએ લખ્યું- તેજસમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ એક ગજબનો અનુભવ હતો. આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધ્યો છે. આ સાથે જ મને આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે એક નવો ગર્વ અને આશાનો અનુભવ થયો. તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એ સિંગલ એન્જિન લાઇટ ફાઇટર એરક્રાફ્ટ છે. એરફોર્સમાં એના બે સ્ક્વોડ્રનને સામેલ કરવામાં આવ્યા છે. હળવા ફાઈટર વિમાન LCA MARK 2 (તેજસ એમકે 2)ના એન્જિન અને સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ના પ્રથમ બે સ્ક્વોડ્રન હવે દેશમાં બનાવવામાં આવશે. ભારતમાં સંરક્ષણક્ષેત્રને મજબૂત કરવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વડા ડૉ. સમીર વી કામતે શનિવારે (18 નવેમ્બર) કહ્યું હતું કે અમેરિકન કંપની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સંયુક્ત રીતે આ એન્જિન બનાવશે. એની તમામ મંજૂરી અમેરિકા પાસેથી મળી ગઈ છે. નિર્મલા સીતારમણ: સંરક્ષણમંત્રી તરીકે નિર્મલા સીતારમણે 17 જાન્યુઆરી 2018ના રોજ રાજસ્થાનમાં સુખોઈ-30 MKIમાં ઉડાન ભરી હતી. પાઇલટનો જી-સૂટ પહેરીને પાછળની સીટ પર બેસનારાં તેઓ દેશનાં પ્રથમ મહિલા સંરક્ષણમંત્રી બન્યાં હતાં. કિરણ રિજિજુઃ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ મે 2016માં સુખોઈ-30 MKI એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેમણે પંજાબમાં ભારતીય વાયુસેનાના હલવારા બેઝ પરથી સુપરસોનિક જેટમાં લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી. સુખોઈ 56 હજાર 800 ફૂટ સુધી ઉડાન ભરી શકે છે. એની મહત્તમ ઝડપ 2,100 કિમી પ્રતિ કલાક છે. રાજીવ પ્રતાપ રૂડી: ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ 19 ફેબ્રુઆરી 2015ના રોજ એરો ઈન્ડિયા એર શો દરમિયાન સુખોઈ-30MKIમાં ઉડાન ભરી હતી. રાવ ઈન્દ્રજિત સિંહ: સંરક્ષણ રાજ્યમંત્રી તરીકે રાવ ઈન્દ્રજિત સિંહે ઓગસ્ટ 2015માં દિલ્હી નજીક હિંડન એરબેઝ પરથી સુખોઈ-30માં ઉડાન ભરી હતી. પ્રતિભા પાટીલ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 25 નવેમ્બર 2009ના રોજ સુખોઈ-30 MKIમાં ઉડાન ભરનારાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચ્યો હતો. 74 વર્ષની ઉંમરે તેમણે પુણેના એરફોર્સ બેઝ પરથી ફ્રન્ટલાઈન સુખોઈ-30 MKI ફાઈટર જેટમાં સુપરસોનિક સ્તરની નજીક 30 મિનિટની ઉડાન ભરી હતી. એપીજે અબ્દુલ કલામ: એપીજે અબ્દુલ કલામ 8 જૂન, 2006ના રોજ ભારતીય વાયુસેના સુખોઈ-30 MKIમાં 30 મિનિટ માટે ઉડાન ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. સુપરસોનિક ઝડપે ઊડતી વખતે તેમણે લગભગ 40 મિનિટ કોકપિટમાં વિતાવી હતી. જ્યોર્જ ફર્નાન્ડિસ: એનડીએ સરકારમાં રક્ષામંત્રી તરીકે જ્યોર્જ ફર્નાન્ડિસે 22 જૂન, 2003ના રોજ લોહેગાંવ એરફોર્સ સ્ટેશનથી SU-30 MKIમાં ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 એપ્રિલના રોજ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઈટર જેટમાં 30 મિનિટની ઉડાન ભરી હતી. સુખોઈ જેટે સવારે 11.08 વાગ્યે ઉડાન ભરી હતી અને 11:38 કલાકે લેન્ડ કર્યું હતું. તેઓ સુખોઈમાં ઉડાન ભરનારાં દેશનાં બીજાં મહિલા રાષ્ટ્રપતિ બન્યાં છે. તેમના પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા સિંહ પાટીલે પણ સુખોઈમાં ઉડાન ભરી હતી.