કોરોનામાં શાળા-કોલેજો બંધ થતાં રાજ્યમાં 75%થી વધુ પેઇંગ ગેસ્ટ બંધ

0
45
અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ પીજી સેન્ટર છે, જેમાંથી મોટા ભાગના સંચાલકોનો ધંધા બંધ છે. તેમને મહિને રૂ. 60 હજારથી લઇને 2 લાાખથી વધુનું નુકસાન થઇ રહ્યું છે.
અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ પીજી સેન્ટર છે, જેમાંથી મોટા ભાગના સંચાલકોનો ધંધા બંધ છે. તેમને મહિને રૂ. 60 હજારથી લઇને 2 લાાખથી વધુનું નુકસાન થઇ રહ્યું છે.

અમદાવાદ : કોરોનાને કારણે છેલ્લા એક વર્ષથી શાળા-કોલેજ બંધ હોવાથી પીજી-સંચાલકો માટે વિદ્યાર્થીઓ આધારિત ઘંધો પડીભાંગ્યો છે. એક વર્ષથી વધુ સમય થવા આવ્યો, જેથી પીજીના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકો માટે રોજનો ખર્ચ કેમ કાઢવો એ મોટો સવાલ ઊભો થયો છે. અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં પીજી સેન્ટરમાં 20થી 25 ટકા સેન્ટર ચાલી રહ્યાં છે, એ માત્ર નોકરિયાત વર્ગ પર આધારિત છે. એવામાં જો કોલેજો શરૂ થાય તોપણ હાલની કોરોનાની સ્થિતિને જોતાં ફરી બેઠા થવામાં સમય લાગશે, એમ પીજી-સંચાલકો માની રહ્યા છે.અમદાવાદમાં પીજી સેન્ટર ચલાવતા યશ શાહનું કહેવું છે કે અમદાવાદમાં અંદાજે 3 હજારથી વધુ પીજી સેન્ટર છે, જેમાંથી મોટા ભાગના સંચાલકોનો ધંધા બંધ છે. તેમને મહિને રૂ. 60 હજારથી લઇને 2 લાાખથી વધુનું નુકસાન થઇ રહ્યું છે. પીજી-સંચાલકો ફ્લેટ, બંગલો કે અમુક કિસ્સામાં બિલ્ડિંગ ભાડે લઈને પેઇંગ ગેસ્ટ સર્વિસ ચલાવતા હોય છે. જે-તે વિસ્તાર પ્રમાણે રૂ. 30 હજારથી લઇ 70 હજારથી વધુનું ભાડુ હોય છે. આ સિવાય પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિગનો જાળવણી ખર્ચ ભોગવવો પડતો હોય છે. વળી, જે વિદ્યાર્થી પોતાના ઘરે ગયા છે એ પૈકી કેટલાકનું ભાડું નથી મળ્યું, જેથી મોટું નુકસાન થયું છે.અંદાજે 70 ટકા સંચાલકોએ મકાન ખાલી કરી દીધા છે અને સ્થિતિ ક્યારે સામાન્ય બને એની રાહ જોઇ રહ્યા છે. કેટલાક સંચાલકોએ હાલપૂરતું વિદ્યાર્થીઓ ન હોવાથી મકાન ખાલી કરી દીધા છે. તો કેટલાક લોકો અન્ય ધંધા તરફ વળ્યા છે અને શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે, કોઇકે બ્રોકર તરીકે, તો કોઇકે કરિયાણાની દુકાન શરૂ કરી છે. અમદાવાદમાં અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ શહેર કે જિલ્લામાંથી આવીને અભ્યાસ કરે છે.