Friday, November 15, 2024
Homenationalનેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં...

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા સરકાર મેળવશે

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાની સંપત્તિઓને ચોક્કસ સમય ગાળા સુધી ઉપયોગ કરવાના અધિકારનું વેચાણ કરી અને ઈનવિટ (InvIT) જેવા રોકાણની અન્ય પદ્ધતિથી આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે.આ રીતે સરકાર પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને રાજકોષિય ખાધને અંકૂશમાં રાખવામાં મદદ મળશે, આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ચરને પણ લાંબા ગાળે ટેકો મળી રહેશે.જૂની અને વર્તમાન સ્થિતિમાં રહેલી એસેટમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવાની યોજનાને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન એટલે કે NMP નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ માર્ગ અને રેલવે સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનોનું વેચાણ કર્યાં વગર તેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવી શકાશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ અંગે એક વ્યાપક રૂપરેખા જાહેર કરી હતી.છ લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજનાને આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોંચ કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે અર્થતંત્રમાં રિવાઈવલ માટે ઈન્ફ્રા સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે સરકાર જાહેર સંપત્તિમાં ખાનગી રોકાણ લાવવા માટે તેમનું મોનેટાઈઝેશન કરશે. ​​​​​​​નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે કહ્યું કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ 20થી વધારે એસેટ ક્લાસને મોનેટાઈઝ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષ એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 88,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ઘડવામાં આવી છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here