જમ્મુ-કાશ્મીરમાં પાણી મોંઘુ, ઘરેલું કનેક્શનમાં 8 ટકા સુધીનો વધારો

0
42
વોટર રિસોર્સ એક્ટ 2010ની કલમ 128 અંતર્ગત જાહેર કરવામાં આવેલા દરો એપ્રિલ 2021થી પ્રભાવી કરવામાં આવેલા છે
વોટર રિસોર્સ એક્ટ 2010ની કલમ 128 અંતર્ગત જાહેર કરવામાં આવેલા દરો એપ્રિલ 2021થી પ્રભાવી કરવામાં આવેલા છે

જમ્મુ કાશ્મીરમાં પાણીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર જળ સંસાધન રેગ્યુલરેટરી ઓથોરિટીએ પાણીના ભાડાનો નવો દર જાહેર કર્યો છે. ગામડા અને શહેરોમાં અડધા અને પોણા ઈંચના પાઈપના ઘરેલુ પાણી કનેક્શનમાં પાણીનું ભાડુ 6થી 8 ટકા વધારી દેવામાં આવ્યું છે. આ જ રીતે વાણિજ્યિક, ઉદ્યોગ, બોરવેલ, કૃષિ સહિતની અન્ય શ્રેણીના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. પાણીના ભાડાનો નવો દર એપ્રિલ 2021થી લાગુ થી ગયો છે. ઓથોરિટીના નોટિફિકેશન પ્રમાણે નવા દરો એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધી પ્રભાવી રહેશે. તેના પહેલા ડિસેમ્બર 2017માં પાણીના ભાડાના નવા દરનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તે ક્રમશઃ વર્ષ 2018-19, 2019-20 અને  2020-21 માટે હતું. જમ્મુ અને કાશ્મીર વોટર રિસોર્સ એક્ટ 2010ની કલમ 128 અંતર્ગત જાહેર કરવામાં આવેલા દરો એપ્રિલ 2021થી પ્રભાવી કરવામાં આવેલા છે. 

ગ્રામીણ વિસ્તારોમાં 6 મહિના માટે

અડધા ઈંચનું કનેક્શન 500 રૂપિયા, પહેલા 472,પોણા ઈંચનું કનેક્શન 800 રૂપિયા, પહેલા 750

શહેરી વિસ્તારોમાં

અડધા ઈંચની લાઈનના 1500 રૂપિયા, પહેલા 1388,પોણા ઈંચની લાઈનના 2850 રૂપિયા, પહેલા 2645