રાજ્યમાં COVIDના કેસમાં ઘટાડો, 12,342 દર્દી સાજા થયા

0
5
સપ્તાહના પહેલા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે.
સપ્તાહના પહેલા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે.

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 12,342 કુલ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે, જ્યારે કુલ 7,135 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત ઘટી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત સામાન્ય થઈ રહી છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત હતી. આજે રસીકરણની સંખ્યામાં પણ વધારો થયો છે જ્યારે મોતની સંખ્યા ઘટી છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 2277, વડોદરામાં 701, સુરતમાં 518, જૂનાગઢમાં 382, જામનગરમાં 283, પંચમહાલમાં 185, આણંદમાં 164, ગીરસોમનાથમાં 164, રાજકોટમાં 279, ભરૂચમાં 150, અમરેલીમાં 139, ખેડામાં 137, મહેસાણામાં 133, દાહોદમાં 132, મહીસાગરમાં 130 કેસ નોંધાયા છે જ્યારે કચ્છમાં 133, સાબરકાંઠામાં 111, ભાવનગરમાં 190, વલસાડમાં 95, અરવલ્લીમાં 92, બનાસકાંઠામાં 92, ગાંધીનગરમાં 166, પાટણમાં 79, પોરબંદરમાં 67, નવસારીમાં 56, નર્મદામાં 49, સુરેન્દ્રનગરમાં 44, છોટાઉદેપુરમાં 39, મોરબીમાં 28, તાપીમાં 17, દેવભૂમિુ દ્વારકામાં 14, બોટાદમાં 7, ડાંગમાં 2 મળીને કુલ 7135 દર્દી નોંધાયા છે જ્યારે 12,342 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જેમાં સૌથી વધુ4679 અમદાવાદ શહેરના છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 11, વડોદરામાં 4, સુરત શહે્માં 6, વડોદરા જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં, સુરત જિલ્લા,માં રાજકોટ જિલ્લામા રાજકોટ શહેરમાં 4-4 મોત થયા છે. જ્યારે નવસારી, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો, બનાસકાંઠા, ભાવનગર શહેર સાબરકાંઠા, કચ્છ, મહેસાણા, ખેડા, અમરેલી, જૂનાગઢ શહેર પંચમહાલમાં 2-2 મોત થયા છે. આમ કુલ અન્ય જિલ્લામાં 0-1 મળીને ટોટલ 81 દર્દીનાં મોત થયા છે.