શેરબજાર:સેન્સેક્સ 586 પોઈન્ટ તૂટીને 52553,નિફટી સ્પોટ ૧૭૧ પોઈન્ટ ગબડીને ૧૫૭૫૨

0
30
FPIs/FIIની કેશમાં રૂ.૨૧૯૮ કરોડની વેચવાલી, DIIની રૂ.૧૦૪૭ કરોડની ખરીદી
FPIs/FIIની કેશમાં રૂ.૨૧૯૮ કરોડની વેચવાલી, DIIની રૂ.૧૦૪૭ કરોડની ખરીદી

 યુ.કે. સહિત યુરોપના  દેશોમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતાએ વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે આજે ભારતમાં અદાણી ગુ્રપની ઘણી કંપનીઓ સેબી અને  ડીઆરઆઈની તપાસ હેઠળ હોવાનું નાણા મંત્રાલયે સંસદમાં  જાહેર કરતાં તેમ જ કોરોનાની ત્રીજી ઘાતક લહેર અચૂક ભારતમાં ટૂંકાગાળામાં આવશે એવા અહેવાલ વચ્ચે ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેર બજારોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ફોરેન  પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ), વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ સતત પાછું ખેંચી રહ્યાના આવી રહેલા આંકડાએ આજે રૂપિયા સામે અમેરિકી ડોલર પણ ૩૪ પૈસા ઉછળીને રૂ.૭૪.૮૭ પહોંચી જતાં શેરોમાં હેમરીંગ વધતું જોવાયું હતું. વૈશ્વિક મંદીના એંધાણની સાથે  સાઉદી અરેબિયા અને  ઓપેક દેશો વચ્ચે ઉત્પાદન કાપ મામલે સમજૂતી થઈ ગયાના અહેવાલે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે તૂટી ગયા હતા. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૯૪ ડોલર તૂટીને ૭૧.૬૫ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨.૦૧ ડોલર તૂટીને ૬૯.૮૦ ડોલર નજીક આવી ગયા હતા. વૈશ્વિક શેર બજારોમાં આજે કડાકા સાથે સ્થાનિકમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં સેન્સેક્સ ૫૮૬.૬૬ પોઈન્ટ તૂટીને ૫૨૫૫૩.૪૦ અને નિફટી સ્પોટ ૧૭૧ પોઈન્ટ ગબડીને ૧૫૭૫૨.૪૦ બંધ રહ્યા હતા. જે મુજબ આજે સેન્સેક્સ, નિફટીમાં છેલ્લા ત્રણ મહિનોનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો. સેન્સેક્સ ૫૩૧૪૦થી તૂટીને ઈન્ટ્રા-ડે નીચામાં ૫૨૪૦૫ સુધી ખાબકી અંતે ૫૮૭ પોઈન્ટ તૂટીને ૫૨૫૫૩ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈ સાથે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૩૧૪૦.૦૬ સામે ૫૨૬૦૬.૯૯ મથાળે ખુલીને આરંભથી જ નરમાઈમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ થતાં અને ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, બજાજ ઓટો  સહિતમાં વેચવાલી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ, ટીસીએસ સહિતમાં ઓફલોડિંગ થતાં એક સમયે તૂટીને નીચામાં ૫૨૪૦૫.૮૯ સુધી આવી અંતે ૫૮૬.૬૬ પોઈન્ટ ગબડીને ૫૨૫૫૩.૪૦ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ ૧૫૯૨૩ થી ઈન્ટ્રા-ડે ૧૫૭૦૭ સુધી તૂટી અંતે ૧૭૧ પોઈન્ટ ગબડીને ૧૫૭૫૨એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૯૨૩.૪૦ સામે ૧૫૭૫૪.૫૦ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી લાઈફ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ બજાજ ફિનસર્વ સહિતમાં હેમરીંગ થતાં અને અદાણી ગુ્રપ કંપનીઓ સામે સેબી અને ડીઆરઆઈની તપાસ થઈ રહ્યાના અહેવાલે અદાણી પોર્ટસ સહિતમાં કડાકો બોલાતાં તેમ  જ ઓટો શેરોમાં મારૂતી સુઝુકી, બજાજ ઓટો, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજ, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં  વેચવાલી અને હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા  સહિતના મેટલ-માઈનીંગ શેરો તેમ જ ગ્રાસીમ, ટાઈટન, ઈન્ફોસીસ સહિતમાં નફારૂપી વેચવાલીએ નિફટી તૂટીને નીચામાં ૧૫૭૦૭.૫૦ સુધી આવી અંતે ૧૭૧ પોઈન્ટ ગબડીને ૧૫૭૫૨.૪૦ બંધ રહ્યો હતો. અલબત આજે એનટીપીસી, બીપીસીએલ, દિવીઝ લેબ., નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનીયા, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મામાં લેવાલી રહી હતી.જુલાઈ નિફટી ફયુચર ૧૫૯૩૬ થી તૂટીને ૧૫૭૬૧ : બેંક નિફટી ફયુચર ૩૫૮૫૬ થી તૂટીને ૩૫૧૭૮ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોએ તેજીનો મોટો વેપાર હળવો કર્યો હતો. નિફટી જુલાઈ ફયુચર ૧૫૯૩૬ સામે ૧૫૭૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૫૮૩૫.૪૫ થઈ તૂટીને નીચામાં ૧૫૭૦૫.૯૫ સુધી આવી અંતે ૧૫૭૬૧.૩૦ રહ્યો હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૩૫૮૫૬.૫૦ સામે ૩૫૨૨૨.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૫૪૪૯.૯૫ થઈ તૂટીને નીચામાં ૩૪૯૬૫.૫૦ સુધી આવી અંતે ૩૫૧૭૮.૪૦ રહ્યો હતો.