Sunday, September 27, 2026
Homenationalવંદે ભારતમ્ પહેલમાં પ્રાપ્ત અરજીઓની સંખ્યા 25,000+ થઈ ગઈ; અદાણી ગ્રૂપના પ્રતિનિધિઓ...

વંદે ભારતમ્ પહેલમાં પ્રાપ્ત અરજીઓની સંખ્યા 25,000+ થઈ ગઈ; અદાણી ગ્રૂપના પ્રતિનિધિઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યાં, એન્ટ્રી સબમિટ કરવાની અંતિમ તારીખ 30 જુલાઈ સુધી લંબાવી

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદ, 27 જુલાઈ, 2026 : અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરેલી પાયાના સ્તરની ઇનોવેશન મૂવમેન્ટ વંદે ભારતમ્ માટે અદાણી ગ્રૂપના રાષ્ટ્રવ્યાપક સંપર્ક અભિયાન આ અઠવાડિયે પણ ચાલુ રહ્યું હતું. અભિયાન અંતર્ગત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, કેરળ, પુડુચેરી, ઓડિશા, અસમ, તેલંગાણા, મેઘાલય, મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની સાથે બેઠક થઈ હતી. ગ્રૂપના પ્રતિનિધિઓએ દરેક નેતાને વંદે માતરમની કિટ ભેટ આપી હતી, જેમાં મેમેન્ટો, સંબંધિત રાજ્યની ભાષામાં વ્યક્તિગત અપીલ અને શ્રી ગૌતમ અદાણીનો એક પત્ર શામેલ હતો.

આ સંપર્ક અભિયાન દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની ભાગીદારીને પ્રોત્સાહન આપવા તથા દરેક પ્રદેશના પ્રતિભાશાળી ઇનોવેટરોને આ તક વિશે જાણ થાય એ સુનિશ્ચિત કરવાનો રાષ્ટ્રવ્યાપક પ્રયાસનો ભાગ છે. આ બેઠકોમાં ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને યુવા પેઢીની પ્રતિભાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે, એ વાત પર પણ ચર્ચા થઈ હતી કે, વંદે ભારતમ્ યુવાન ઇનોવેટરોને માર્ગદર્શન, ઉદ્યોગ સાથે જોડાવા અને પોતાના આઇડિયાને સ્ટાર્ટઅપમાં બદલવા માટે રાષ્ટ્રીય મંચ મેળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે. વિવિધ રાજ્યોના નેતાઓએ આ પહેલને આવકાર આપ્યો હતો અને તેમાં સ્થાનિક ઇનોવેશન ઇકોસિસ્ટમને નવો વેગ આપવાની ક્ષમતા હોવાનો સ્વીકાર કર્યો હતો.

25 જૂન, 2026ના રોજ શરૂ થયેલી વંદે ભારતમનો ઉદ્દેશ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ઊડીને આંખે વળગે એવી ખામીને દૂર કરવાનો છે – દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંથી એક હોવાને નાતે ભારતના 80 ટકાથી વધારે સ્થાપકો ફક્ત પાંચ શહેરોમાં કેન્દ્રીત છે, જેથી દેશના 800થી વધારે જિલ્લાઓની પ્રતિભાની ઘણી વાર ઉપેક્ષા થાય છે. આ પહેલમાં દરેક વય અને પૃષ્ઠભૂમિના લોકો ભાગ લઈ શકે છે. એ માટે કોઈ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપની જરૂર નથી – ફક્ત એક આઇડિયા અને કશું બનાવવાનો દ્રઢ ઇરાદો હોવો જોઈએ. અનેક તબક્કાઓ ધરાવતી પ્રક્રિયામાંથી પસંદ થયેલા 75 ફાઇનલિસ્ટોને અમદાવાદ બોલાવવામાં આવશે, જ્યાં તેમને શાનદાર માર્ગદર્શન પ્રોગ્રામ અને રોકાણકારોને મળવાની તક મળશે. સાથે સાથે, સ્વતંત્રતા દિવસની આસપાસ એક ગ્રાન્ડ ફિનાલેનું આયોજન પણ થશે.

અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ કહ્યું હતું : “વંદે ભારતમ્ પહેલને પ્રાપ્ત થયેલા પ્રતિભાવથી હું બહુ પ્રભાવિત થયો છું. 25,000થી વધારે અરજીઓ મળવી એક સંખ્યા નથી, પરંતુ આ ભારત અને એની બહાર દરેક ખૂણામાં રહેલી અસાધારણ પ્રતિભા અને મહત્વાકાંક્ષાનો પુરાવો છે, જે ઉચિત પ્લેટફૉર્મની રાહ જુએ છે. દેશભરના મુખ્યમંત્રીઓનું સમર્થન એ વાતની પુષ્ટિ કરે છે કે, જ્યારે સરકાર અને ઉદ્યોગ ખભેખભો મિલાવીને કામ કરે છે, ત્યારે આપણે દરેક યુવાન ઇનોવેટર માટે તકોનું સર્જન કરી શકીએ, પછી ભલે એ ગમે ત્યાં હોય.“

વંદે ભારતમ્ શરૂ થયા પછી એને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. અત્યાર સુધી વિવિધ ક્ષેત્રો, કેટેગરીઓ, દેશો, રાજ્યો અને સામાજિક સમુદાયોમાંથી 25,000થી વધારે અરજીઓ મળી છે. એટલું જ નહીં, આ સંખ્યામાં સતત વધારો થાય છે. આ જબરદસ્ત પ્રતિભાવ અને પ્રોગ્રામ દ્વારા સામે આવતી પ્રતિભાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન સબમિટ કરવાની અંતિમ તારીખ 30 જુલાઈ, 2026 સુધી વધારવામાં આવી છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here