Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadકંડલા પોર્ટથી 1439 કરોડના હેરોઇન કેસમાં એક આરોપીની પંજાબથી ધરપકડ

કંડલા પોર્ટથી 1439 કરોડના હેરોઇન કેસમાં એક આરોપીની પંજાબથી ધરપકડ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ: ગુજરાત ATSના અધિકારીઓની ગુપ્ત માહિતીના આધારે, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ના અધિકારીઓએ કંડલા પોર્ટ પર ઉત્તરાખંડ સ્થિત પેઢી દ્વારા આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની તપાસ કરી રહ્યા છે. આ કન્સાઈનમેન્ટ ઈરાનના અબ્બાસ બંદરથી કંડલા બંદરે એક કંસાઈમેન્ટ પહોંચ્યું હતું. જેમાં 17 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા અને 10,318 બેગ ભરી માલસામાન હતો. માનવામાં આવી રહ્યું છે કે, તેનું કુલ વજન 394 MT છે અને તેને “જીપ્સમ પાવડર” તરીકે ઓળખ કરી મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તપાસ કરતા આ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈમેન્ટ બંદરેથી મળી આવ્યું હોવાનું કહી શકાય.આ અંદાજીત 205.6 કિલો હેરોઈનના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા 1439 કરોડની ગણવામાં આવી રહી છે. હાલમાં  કન્સાઇનમેન્ટની ઝીણવટભરી તપાસ ગુજરાત પોલીસ અને DRI દ્વારા બંદર પર ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તબ્બકે તપાસ દરમિયાનમાં કંસાઈમેન્ટમાં નોંધાયેલ સરનામા પર આયાતકાર મળ્યો ન હતો. પણ ઉત્તરાખંડ સહિત અન્ય જગ્યાએ આયાતકારને પકડવા માટે દેશભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.જેના આધારે હાલ DRI એ આયાતકારને શોધવા માટે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ આયાતકાર પોલીસથી બચવા માટે સ્થાનો બદલી રહ્યો હતો અને ઓળખ ટાળવા માટે છુપાઈ રહ્યો હતો. જોકે, સતત પ્રયાસોના પરિણામ મળ્યા અને આયાતકાર પંજાબના એક નાના ગામમાં સ્થિત હોવાની માહિતી મળતા પકડી લેવામાં આવ્યો છે.જોકે, આયાતકારે પ્રતિકાર કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ DRI અધિકારીઓએ તેને પકડી લીધો હતો. અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે, DRI એ NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ઉક્ત આયાતકારની ધરપકડ કરી છે અને તેને 24 એપ્રિલ, 2022 ના રોજ અમૃતસરની સ્પેશિયલ ડ્યુટી મેજિસ્ટ્રેટની માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here