વધુ એક સિદ્ધિ: આજે સવારે 10.10 કલાકે ગુજરાતમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ થયા પૂર્ણ

0
9
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મિનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” કરીને ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મિનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” કરીને ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો

ગુજરાતે કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ પૂર્ણ કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની કોરોના રસીકરણ કામગીરીમા આ સિદ્ધિ બદલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આરોગ્યકર્મીઓ અને નાગરિકો પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. ગુજરાતમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ પુરા થતા ઉજવણીના ભાગ રૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કોરોના રસીકરણ માટેના હર ઘર દસ્તક અભિયાન સંદર્ભે સનાથલ ગામમાં રસીકરણ કામગીરીમાં ઉપસ્થિત રહી ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.દેશ સહિત રાજ્યમાં પહેલી માર્ચ 2021થી 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ વયના કો.મોર્બિડ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત કોરોનાની રસી આપવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે આજે સવારે 10 વાગે અને 10 મિનિટે કોરોનાની રસીનો 10 કરોડમો ડોઝ અપાયો હોવાનો રેકોર્ડ સર્જાયો છે.ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મિનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” કરીને ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું.રાજ્યમાં અચાનક કોરોનાના કેસોના દરોમાં વધારો થઇને હવે થોડા દિવસથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે નવા 2909 કેસ નોંધાયા છે. સોમવારે અમદાવાદ શહેરમાં 928, વડોદરા શહેરમાં 436, વડોદરા જિલ્લામાં 141, મહેસાણામાં 140, ગાંધીનગર શહેરમાં 131, બનાસકાંઠામાં 128, રાજકોટ શહેરમાં 108, સુરત શહેરમાં 90, કચ્છમાં 81, રાજકોટ જિલ્લામાં 77, ખેડામાં 63, સુરત શહેરમાં 63, આણંદમાં 44, પંચમહાલમાં 43, મોરબીમાં 38, જામનગર શહેરમાં 33, નવસારીમાં 32, અમદાવાદ જિલ્લામાં 31 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 27, ભરૂચમાં 26, પાટણમાં 25, છોટાઉદેપુરમાં 19, વલસાડમાં 17, નર્મદામાં 15, તાપીમાં 12, અમરેલીમાં 11, અરવલ્લીમાં 11, દાહોદ, ગીરસોમનાથ સાબરકાંઠામાં 10-10, જામનગર, મહીસાગરમાં 9-9, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં 8-8, જૂનાગઢ શહેર જિલ્લામાં5-5, પોરબંદરમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1 અને ડાંગમાં શૂન્ય મળી કુલ 2909 કેસ નોંધાયા છે.