‘I LOVE YOU’ અને રોઝનું કનેક્શન: ગુલાબોની ગણતરી જણાવશે તમારા દિલની વાત, 100 રોઝ કોને આપવા?

0
18
મહામારી પછી મેરિડ લોકોમાં પણ વેલેન્ટાઈન વીક સેલિબ્રેટ કરવાનો ક્રેઝ દેખાઈ રહ્યો છે
મહામારી પછી મેરિડ લોકોમાં પણ વેલેન્ટાઈન વીક સેલિબ્રેટ કરવાનો ક્રેઝ દેખાઈ રહ્યો છે

આજે ગુલાબ મોંઘા છે કારણકે આજે રોઝ ડે છે. તેવામાં લવ બર્ડ્સને ખબર પડી જાય છે કે એક, બે કે ત્રણ ગુલાબથી પણ કામ થઈ જાય તો આનાથી સારું શું! ફ્લાવર બ્લોગર લિલી કેલિક્સના ગાઈડથી જાણીએ ગુલાબ ક્યારે આપવું જોઈએ..

કોઈને પહેલી નજરમાં પ્રેમ થયો હોય ત્યારે…
બ્લોગર લિલી કેલિક્સે કહ્યું, કોઈને પ્રથમ નજરમાં પ્રેમ થયો હોય ત્તરે એક ગુલાબ કાફી છે. કોઈ સાથે બ્રેકઅપ કરીને પ્રેમ કરી રહ્યા હો તો 2 ગુલાબ ગિફ્ટમાં આપો. દિલ્હીમાં રોહિણી સ્થિત ફન્સ એન્ડ પેટલ્સ સાથે જોડાયેલી શાનુએ કહ્યું, મહામારી પછી મેરિડ લોકોમાં પણ વેલેન્ટાઈન વીક સેલિબ્રેટ કરવાનો ક્રેઝ દેખાઈ રહ્યો છે. રોઝ ડેના એક દિવસ પહેલાં ગુલાબની કિંમત વધી જાય છે.

I LOVE YOU..બોલવાના હો તો…
લિલીએ જણાવ્યું, જ્યારે તમે કોઈને ‘I LOVE YOU’ કહેવા માગતા હો તો પણ બોલી શકતા ના હો ત્યારે 3 ગુલાબ ભેટમાં આપો. જો પતિ પોતાની પત્નીને કહેવા માગતો હોય કે તે બહુ પ્રેમ અને કેર કરે છે તો રોઝ ડે પર 5 ગુલાબ ગિફ્ટ કરીને તમારી વાત કહી શકો છો.

ડેટિંગને નવું નામ આપવા ઇચ્છતા હો તો…
મહિના અને વર્ષોથી બંને મળી રહ્યા હો અને હવે એવું લાગતું હોય કે રિલેશનને નવું નામ આપવું છે તો 6 ગુલાબ આપો. 7 ગુલાબ ના આપવા જોઈએ. 7 રોઝનો અર્થ થાય છે કે તમને સામેવાળી વ્યક્તિ પ્રત્યે આકર્ષણ છે પણ તમે પ્રેમની કોઈ ગેરંટી આપતા નથી.

ફેમિલીમાં કોઈ દુઃખી હોય ત્યારે…
જો તમને લાગતું હોય કે, તમારા પરિવારમાં કોઈ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, તો તેને 8 ગુલાબ આપવા જોઈએ. આ સંખ્યા દર્શાવે છે કે તમે ખરાબ સમયમાં પણ તેની પડખે ઊભા છો. શાશ્વત પ્રેમ દર્શાવવા માટે 9 ગુલાબ આપવા જોઈએ.

10, 20, 30, 40,50 અને 100 ગુલાબ આપવાનો અર્થ આ છે..
કોઈને 10 રોઝ આપવાનો અર્થ છે કે તે પરફેક્ટ છે. કોઈ પોતાના કામને લઈને સિરિયસ હોય ત્યારે 20 ગુલાબ આપો. કોઈ તમને 30 ગુલાબ આપે તો તેનો અર્થ એ છે કે તે દુનિયામાં તમારા પર સૌથી વધારે વિશ્વાસ કરે છે. સાચો પ્રેમ હોય તો 40 રોઝ આપવા જરૂરી છે. કોઈ શરત વગરનો પ્રેમ કરતા હો તો 50 રોઝ ગિફ્ટમાં આપો. 100 ગુલાબ તમારી સમર્પણની ભાવના દેખાડે છે. ગુલાબ આપો અને દિલથી કહો,
‘I LOVE YOU’………………………