જૂનાગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢના ગંઠીલા ગામના ઉમિયા માતા મંદિરના 14માં સ્થાપના દિન નિમિતે એક વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. પાટોતસ્વ મંદિરમાં મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનવમીનાં અવસરે ગુજરાતનાં જૂનાગઢમાં ઉમિયા માતા મંદિર ખાતે 14માં સ્થાપના દિવસની ઉજવણીને સંબોધશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. જૂનાગઢનાં ગઢીલા ગામમાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે.મંદિરનાં મહા-પટોત્સવ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા PM લોકોને સંબોધન કર્યું હતું.. પાટોત્સવ મંદિરમાં મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંટનો છે. મંદિર તરફથી જાહેર નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, 10 એપ્રિલનાં રોજ આ સ્થળે પાટીદાર સમાજનાં સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રેદશનાં વડા સી આર પાટીલ પણ હાજરી આપી છે.રામનવમી પર્વે માધવપુર ઘેડના મેળામાં હાજરી આપવા આવતીકાલે આવી રહેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રાત્રી રોકાણ કરનાર હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે 300 જેટલા અધિકારી અને સ્ટાફને તૈનાત કરવામાં આવી રહેલ છે.માધવપુર ઘેડ ખાતે રામનવમી પર્વે યોજાનાર મેળામાં હાજરી આપવા આવી રહેલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે તા.10 ના રોજ મેળામાં હાજરી આપ્યા બાદ મોટર માર્ગે રાત્રીના સોમનાથ આવ્યા બાદ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસ તા.11 ના રોજ સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. ત્યારબાદ પરત ફરનાર હોવાનું જાણવા મળેલ છે.
ઉમિયા માતા મંદિરનાં સ્થાપના દિવસની ઉજવણીમાં PM જોડાયા, ‘કોરોના ગયો હોય એવું માનતા નહીં’
Date: