અત્યારથી જ માટીના ગણેશ બનાવવાની તૈયારી કરી લો, માટીના ગણેશજી કેવી રીતે બનાવવા અને કઈ બાબતોનું ધ્યાન રાખવું

0
12
ઘરમાં માટીથી બનેલી ગણેશ પ્રતિમા જ વિરાજિત કરો. હાલ ગણેશ ચતુર્થી ઉત્સવમાં 10 દિવસનો સમય છે
માટીથી બનેલી પ્રતિમામાં પંચ તત્વ સમાયેલાં રહે છે. માટી એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, પાંચેય તત્વોથી જ આપણું શરીર બને છે અને આ પંચ તત્વોથી મળીને જ માટીની ગણેશ પ્રતિમા બને છે.

અમદાવાદ : બુધવાર, 31 ઓગસ્ટથી દસ દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. ઘર-ઘરમાં ગણપતિજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ઘરમાં સ્થાપિત કરવા માટે પૂજા માટે અને પર્યાવરણ માટે માટીથી બનેલી ગણેશ પ્રતિમા સૌથી સારી રહે છે. આ પ્રતિમાઓ પાણીમાં સરળતાથી પીગળી જાય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી પ્રતિમાઓ પાણીમાં ઓગળતી નથી. એટલે ઘરમાં માટીથી બનેલી ગણેશ પ્રતિમા જ વિરાજિત કરો. હાલ ગણેશ ચતુર્થી ઉત્સવમાં 10 દિવસનો સમય છે, માટીના ગણેશ બનાવવા માટે પૂરતો સમય છે. જેથી, આ દિવસોમાં મૂર્તિ બનાવવા માટે અને તેને સૂકવવા માટેનો પૂરતો સમય મળશે. તે પછી મૂર્તિની સુંદરતાને રંગોથી નિખારી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શાસ્ત્રોમાં માટીથી બનેલી પ્રતિમાની પૂજા શ્રેષ્ઠ જણાવવામાં આવી છે. માટીથી બનેલી પ્રતિમામાં પંચ તત્વ સમાયેલાં રહે છે. માટી એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, પાંચેય તત્વોથી જ આપણું શરીર બને છે અને આ પંચ તત્વોથી મળીને જ માટીની ગણેશ પ્રતિમા બને છે. પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, માટીને ભેગી કરીને સાફ જગ્યાએ રાખો. પછી તેમાંથી કાંકરા, પથ્થર અને ઘાસ કાઢીને એમાં હળદર, ઘી, મધ, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને પિંડ બનાવી લો. ત્યાર બાદ ૐ ગં ગણપતયે નમઃ મંત્ર બોલીને ગણેશજીની સુંદર મૂર્તિ બનાવો. આવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી તેમાં ભગવાનનો અંશ આવી જાય છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે.ગણેશચતુર્થીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ ભીની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવીને સૂકવી લેવી. ત્યાર બાદ એના પર શુદ્ધ ઘી અને સિંદૂર મિક્સ કરીને શ્રૃંગાર કરી શકો છો. શ્રૃંગાર કર્યા પછી જનોઈ પહેરાવો. ત્યાર બાદ મૂર્તિને ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. ધૂપ-દીવો પ્રગટાવો. દૂર્વા, ફળ-ફૂલ અર્પણ કરો. લાડવાનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને આરતી કરો. ગણેશ ઉત્સવમાં રોજ સવાર-સાંજ પૂજા કરો. અનંત ચતુર્થીએ આ મૂર્તિનું વિસર્જન કરો.