હૈદરાબાદમાં ભાજપના MLA રાજા સિંહની ધરપકડ, લોકોએ માથું ધડથી અલગ કરવાના નારા લગાવ્યા

0
8
પોલીસે કેટલાક દેખાવકારોની ધરપકડ કરી
જે મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યાં હતા. આ દરમિયાન ટોળાએ 'ગુસ્તાખે નબી કી એક સજા, સિર તન સે જુદા' (માથું ધડથી અલગ કરવાની સજા) ના નારા લગાવતા ટી રાજાની ધરપકડની માંગ કરી હતી.

હૈદરાબાદ : હૈદરાબાદમાં ભાજપના નેતા ટી રાજા સિંહની મોહમ્મદ પૈગંબર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ગોશામહલના ભાજપના ધારાસભ્ય રાજા સિંહે એક વીડિયોમાં પૈગંબરને લઈને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જોકે પાછળથી તેમણે આ વાત મજાકમાં કહી હોવાનું કહ્યું હતું. જોકે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે.લોકોએ સોમવાર-મંગળવાર દરમિયાન રાતથી દેખાવો શરૂ કર્યા હતા, જે મંગળવાર સવાર સુધી ચાલુ રહ્યાં હતા. આ દરમિયાન ટોળાએ ‘ગુસ્તાખે નબી કી એક સજા, સિર તન સે જુદા’ (માથું ધડથી અલગ કરવાની સજા) ના નારા લગાવતા ટી રાજાની ધરપકડની માંગ કરી હતી. તે પછીથી તેમના વિરુદ્ધ દબીરપુરા પોલીસ સ્ટેશનમાં IPCની 295(a), 153(a) સહિતની ઘણી કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી છે. પોલીસે દેખાવકારોમાંથી ઘણા લોકોની ધરપકડ કરી છે.હૈદરાબાદની પોલીસ કમિશ્નર ઓફિસ, ડારેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફિસ અને જૂની પોલીસ કમિશ્નર ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવી છે.ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ 27 મેના રોજ એક ટીવી ડિબેટ દરમિયાન પૈગંબર મોહમ્મદ સાહેબ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. નિવેદનના કારણે ભાજપે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં. નૂપુરના નિવેદનના વિરોધમાં દેશમાં ઘણી જગ્યાએ હિંસક દેખાવો થયા હતા.સુપ્રીમ કોર્ટે પણ આ અંગે નૂપુર શર્માને ઝટકો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે નૂપુરે ટેલિવિઝન પર ધર્મ વિશેષની વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. તેમણે લોકોની ભાવનાઓને ભડકાવી છે અને સમગ્ર દેશમાં જે થઈ રહ્યું છે, તે માટે નૂપુર જ જવાબદાર છે. તેમણે દેશની સુરક્ષા માટે ખતરો સર્જયો છે.