Tuesday, October 27, 2026
HomeGujaratએકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની સુવિધા

એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની સુવિધા

Date:

Related stories

વૈષ્ણોદેવી ધામમાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ...

જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુના શ્રીયંત્રની...

ચાલો જઈએ વિશ્વના સૌથી મોટા છઠ્ઠા દેશ તરીકે ઓળખવામાં...

આજે શરદ પૂનમ છે, એટલે દિવાળીનાં તહેવારો સાવ ઢૂકડા,...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ ,આધુનિક કલામાં ક્રાંતિકારી યોગદાન...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ દર વર્ષે 25 ઓક્ટોબરે...

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો:...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી...

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા આરોગ્ય વિભાગ સજ્જ.મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી આરોગ્ય વિભાગે અપનાવ્યો જનહિતલક્ષી અભિગમ

રાજપીપલા,તા. 24, સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહેવાના હોવાથી આરોગ્ય સેવાઓ સુલભ બની રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમની સફળતા માટે એકતાનગરમાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકો, કર્મચારીઓ અને અન્ય જરૂરી સ્ટાફના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ વ્યવસ્થા હેઠળ પાંચ બાઈક એમ્બ્યુલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે જરૂરિયાતના સ્થળે ઝડપથી પહોંચીને આરોગ્યલક્ષી તકલીફ ધરાવતા લોકોને સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.બાઈક એમ્બ્યુલન્સની વિશેષતા એ છે કે, જ્યાં વાહનવ્યવહારની ભીડ, વધુ અવરજવર અથવા સ્થળની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અન્ય વાહનો દ્વારા ઝડપથી પહોંચવું મુશ્કેલ હોય, ત્યાં આ ટીમો સરળતાથી પહોંચી શકે છે. પરિણામે, કાર્યક્રમનાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકો અને કર્મચારીઓને સમયસર આરોગ્ય સહાય મળી રહે છે. સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થવાથી નાની-મોટી આરોગ્યલક્ષી તકલીફોના કિસ્સામાં તાત્કાલિક મદદ મળી રહે છે અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે પણ યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે.

તસવીર :ભાવના ભાટી (અમદાવાદ)

વૈષ્ણોદેવી ધામમાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને જય ભોલે ગ્રુપ...

જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુના શ્રીયંત્રની...

ચાલો જઈએ વિશ્વના સૌથી મોટા છઠ્ઠા દેશ તરીકે ઓળખવામાં...

આજે શરદ પૂનમ છે, એટલે દિવાળીનાં તહેવારો સાવ ઢૂકડા,...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ ,આધુનિક કલામાં ક્રાંતિકારી યોગદાન...

25 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ દર વર્ષે 25 ઓક્ટોબરે...

ફ્લેક્સિલોન્સ (FlexiLoans) દ્વારા ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત ટેકો:...

ગુજરાતના બે મહત્વના બિઝનેસ હબમાં મજબૂત લોન વૃદ્ધિ; આગામી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here