શિયાળુ સત્રના ચોથા દિવસે પણ સંસદના બંને ગૃહોમાં હંગામો, રાજ્યસભા સ્થગિત

0
12
સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે.
સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે.

સંસદના શિયાળુ સત્રનો આજે ચોથો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે. આ કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પણ સતત સ્થગિત થઈ રહી છે. શિયાળુ સત્રના આજે ચોથા દિવસે જો સતત હોબાળાની સ્થિતિ નહીં રહે તો લોકસભામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા થશે. 

રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત
12 સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષના હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

કોરોનાના નવા વેરિએન્ટ પર ચર્ચા
શિયાળુ સત્રના આજે ચોથા દિવસે જો સતત હોબાળાની સ્થિતિ નહીં રહે તો લોકસભામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જોખમ અને તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પર ચર્ચા થશે. 

પીએમ મોદીની બેઠક
સંસદના શિયાળુ સત્રને લઈને પીએમ મોદીએ સંસદ ભવનમાં ટોચના મંત્રીઓ સાથે બેઠક પણ યોજી. 

કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા સાંસદો, રાહુલ ગાંધી પણ જોડાયા
12 સભ્યોના સસ્પેન્શનને લઈને રાજ્યસભાના વિપક્ષના સાંસદો હાથ પર કાળી પટ્ટી બાંધેલી જોવા મળી. તેઓ ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા.