Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadગુજરાતની લાજ કાઢે તેવો રસ્તો, કારને હટાવ્યા વગર રોડ બનાવી દીધો

ગુજરાતની લાજ કાઢે તેવો રસ્તો, કારને હટાવ્યા વગર રોડ બનાવી દીધો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ :ખરાબ રસ્તાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન થઈ છે, ત્યારે બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ-રસ્તાના રિસર્ફેસની કામગીરી માટે 250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓના દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો મનમાની મુજબ રસ્તાના રીપેરીંગ કરી રહ્યા છે. માત્ર મનમાની જ નહિ, તેઓ કામમાં વેઠ ઉતારતાં જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે, અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની આ કામગીરીઓ પર કોઈ વોચ રાખવામાં આવી નથી રહી. શહેરના સરદાર નગર પોલીસ લાઇન જવાહર ચોક અને સાંઈ સોસાયટીના રોડનું રીપેરીંગ કામ તો શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રસ્તાના રીપેરીંગ કામ દરમ્યાન પાર્ક કરવામાં આવેલી કાર પણ હટાવાવાની તસ્દી ન લેવાઈ અને રોડ બનાવી દેવાયો.

સામાન્ય રીતે રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે તો વચ્ચે આવતા તમામ હર્ડલને હટાવવામાં આવે છે. તેના બાદ રોડ સર્ફેસ કરવામા આવે છે. પરંતુ અમદાવાદના આળસી બાબુઓની હદ આ તસવીરમાં જોવા મળે છે. રોડ સર્ફેસની કામગીરી દરમિયાન રોડ પર પડેલી કારને હટાવવાનું કોન્ટ્રાક્ટરને યાદ ન આવ્યું અને તેની સાઇડમાંથી રોડનું કામ કરી દેવાયું. જેના પરથી તંત્રની બેદરકારી સ્પષ્ટ બહાર આવે છે.એક તરફ વિકાસના મામલે ગુજરાતને સમગ્ર દેશમાં રોડ મોડલ બનાવાયુ છે. ગુજરાતના વિકાસના બણગા ફૂંકાય છે. ત્યારે આવી તસવીરો ગુજરાતની લાજ કાઢે તેવી છે. અધિકારીઓ જો નાનકડા રસ્તા બનાવવા માટે આટલી બેદરકારી બતાવતા હોય તો, મોટા રોડ બનાવવામાં કેવુ લોલમલોલ ચાલતુ હશે. સવાલ એ છે કે, સમગ્ર રોડ બની ગયા બાદ પણ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. સરકારી બાબુઓને જાણે માત્ર પગારમાં રસ હોય તેમ ખુરશી પર બેસ્યા રહે છે, અને સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટર્સ કેવી રીતે કામગીરી કરે છે તેનુ કોઈ નિરીક્ષણ કરવાન તસ્દી સુદ્દા લેતા નથી.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here