દોષિતોને ફાંસીની સજાથી સંતોષ: જાણો અમદાવાદ બ્લાસ્ટમાં ઘવાયેલા રમણલાલ માળીએ શુ કહ્યું?

0
15
સિરિયલ બ્લાસ્ટ બાદ રમણલાલ સિવિલ ટ્રોમાં સેન્ટર પર ઘાયલોને સેવા કરવા ગયા અને બ્લાસ્ટ થતા લોખંડની એન્ગલ પગની આરપાર નીકળી ગઈ હતી.
સિરિયલ બ્લાસ્ટ બાદ રમણલાલ સિવિલ ટ્રોમાં સેન્ટર પર ઘાયલોને સેવા કરવા ગયા અને બ્લાસ્ટ થતા લોખંડની એન્ગલ પગની આરપાર નીકળી ગઈ હતી.

અમદાવાદ: વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનાચુકાદામાં કોર્ટેલેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે. 49માંથી 38 દોષિતને ફાંસીની સજા કોર્ટે સંભળાવતા બ્લાસ્ટના પીડિત પરિવારોમાં ખુશીની લહેર છવાઈ છે. સિવિલ ટ્રોમાં સેન્ટર પાસે થયેલા બ્લાસ્ટમાં ઘવાયેલા રમણલાલએ ચુકાદાથી ખુશી જાહેર કરી છે. તેમણે કહ્યુ કે, આગામી પેઢીમાં આ અસર થશે અને આવું કૃત્ય કરતા કોઈ સો વાર વિચાર કરશે તેવો સંતોષ વ્યક્ત કર્યો છે.26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદ શહેરમાં અનેક સિરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં સૌથી મોટો બ્લાસ્ટ સિવિલ ટ્રોમા સેન્ટર પર થયો હતો. જ્યાં ઘાયલોની સેવા કરવા આવેલા સેવાર્થીઓ પણ બ્લાસ્ટનો ભોગ બન્યા હતા. આ ટ્રોમાં સેન્ટરમાં ઘવાયેલા રમણલાલએ કોર્ટે સંભળાવેલા આ ચુકાદાથી સંતોષ વ્યક્ત કર્યો છે.બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો સેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે તે ભાજપના મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર રમણલાલ માળી પણ ત્યાં સેવા આપવા પહોંચ્યા હતા.દર્દીઓને દાખલ થવામાં મદદ કરતા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જેમાં રમણલાલ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને 22 દિવસની સારવાર બાદ સાજા થયા હતા પરંતુ એ ઘટનાના નિશાન હજુ તેમના શરીર પર અને મગજમાં છે.તેમણે જણાવ્યું કે, 2008માં સિવિલ ટ્રોમાં સેન્ટર બ્લાસ્ટમાં ઘાયલ દર્દીઓને સેવા આપવા સિવિલ ગયો હતો. ત્યાં બ્લાસ્ટ થયો જેમાં લોખંડની એન્ગલ મારા પગમાંથી આરપાર થઈ ગઈ હતી. કોર્ટના આ ચુકાદાથી જે પીડિત પરિવારો છે તેઓ ચોક્કસ ખુશ થશે.કારણ કે, ઘાયલોને સારવાર માટે સેવા માટે જ્યારે ડોકટર્સની ટીમ કામે લાગી હોય અને તેમની હત્યાનું કાવતરું જે ઘડાયું હતું તેવા હત્યારાઓને ક્યારેય ક્ષમા ન કરી શકાય. માત્ર રમણલાલ માળી જ નહીં એ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા પૂર્વ કાઉન્સિલર તુલસી ભીલ અને વિષ્ણુભાઈએ પણ કોર્ટના આ ચુકાદાને આવકર્યો હતો.