શેન વોર્ન ઓસ્ટ્રેલિયા જવા રવાના

0
802

આઇપીએલના પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ખરાબ સમાચાર છે. શેન વોર્ને અચાનક ઓસ્ટ્રેલિયા પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. જોકે ગઈ કાલે તેણે ટ્વિટર પર જણાવ્યું કે તે મંગળવારે (આજે) કેકેઆર સામે રમાનાર મહત્ત્વપૂર્ણ મેચ પૂરી થયા બાદ જ સ્વદેશ પાછો ફરશે. ગત રવિવારે ઇન્સ્ટાગ્રામ પર ગેટવે ઓફ ઇન્ડિયાની તસવીર શેર કરતા શેન વોર્ને એક ભાવુક સંદેશ લખ્યો.

સંદેશ દ્વારા જ ચાહકોને વોર્નના આ ચોંકાવનારા નિર્ણયની જાણ થઈ. ૨૦૦૮થી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા શેન વોર્ને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, દુર્ભાગ્યવશ રાજસ્થાન રોયલ્સ સાથે આ મારો અંતિમ દિવસ (૧૫ મે) છે, કારણ કે હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. આઇપીએલ સાથે જોડાવું શાનદાર રહ્યું. પોતાની પોસ્ટમાં વોર્ને જોસ બટલર, સંજુ સેમસન, બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની પ્રશંસા કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ અંગે હજુ સુધી વોર્નના રાજસ્થાન ટીમના સાથ છોડવાનાં કારણો અંગે કોઈ ખુલાસો થઈ શક્યો નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com