ઑક્સીજન વગર દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં 25 દર્દીનાં મોત, 60ની હાલત નાજુક

0
31
જેમાંથી પાંચ હૉસ્પિટલમાં જ દાખલ હતા. અન્ય ડૉક્ટરોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે આમાંથી મોટાભાગના ડૉક્ટર્સ એવા છે જેઓ કોરોના કર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હૉસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર્સમાં સામાન્ય લક્ષણો હતા,
જેમાંથી પાંચ હૉસ્પિટલમાં જ દાખલ હતા. અન્ય ડૉક્ટરોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે આમાંથી મોટાભાગના ડૉક્ટર્સ એવા છે જેઓ કોરોના કર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હૉસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર્સમાં સામાન્ય લક્ષણો હતા,

હૉસ્પિટલ તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં ઑક્સીજનની તાત્કાલિક જરૂર હોવાની વાત કહેવામાં આવી છે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તાજા સમાચાર પ્રમાણે દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીનાં મોત થયા છે. અહીં 60 દર્દીની હાલત નાજુક છે. હૉસ્પિટલતરફથી મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઑક્સીજનની તાત્કાલિક જરૂરિયાત છે. હૉસ્પિટલમાં અમુક જ કલાકોમાં ઑક્સીજન ખૂટી જશે. હૉસ્પિટલનું કહેવું છે કે વેન્ટિલેટર અને બાઇલેવલ પૉઝિટિવ એરવે પ્રેશર પ્રભાવી રીતે કામ નથી કરી રહ્યા. ICU અને EDમાં હાથથી વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગંગારામ હૉસ્પિટલના 37 ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી પાંચ હૉસ્પિટલમાં જ દાખલ હતા. અન્ય ડૉક્ટરોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે આમાંથી મોટાભાગના ડૉક્ટર્સ એવા છે જેઓ કોરોના કર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હૉસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર્સમાં સામાન્ય લક્ષણો હતા, કોઈની હાલત ગંભીર ન હતી. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આથી અનેક હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા ઑક્સીજનની માંગમાં ખૂબ વધારો થયો છે. અનેક હૉસ્પિટલો તરફથી સતત નિવેદન આવી રહ્યા છે તે કેમની પાસે અમુક કલાક ચાલે એટલો જ ઑક્સીજન બચ્યો છે.ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના નવા 26,169 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 306 દર્દીનાં મોત થયા હતા. દિલ્હીમાં સંક્રમણ દર 36.24 ટકા છે, જે ગત વર્ષે કોરોના મહામારી બાદ સૌથી વધારે છે. દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં ઘાતક કોરોનાથી 1750થી વધારે લોકોનાં મોત થયા છે. શહેરમાં બુધવારે, 24,638, મંગળવારે 28,395 જ્યારે સોમવારે 23,686 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ 9,56,348 થાય છે. મોતનો આંકડો વધીને 13,193 થયો છે.